સંબંધિત સમાચાર
- Arun Govil: રામાયણના 'શ્રી રામ'એ ખરીદી મર્સિડીઝ બેન્ઝ કાર, ફેંસએ કહ્યું- પ્રભુ પુષ્પક વિમાનને બદલે આ શું લીધું
- Wedding Tips- લગ્ન પછી ક્યારે પીયર અને સાસરે જવું
- Navratri Navami 2023: નવમીના દિવસે આ શાક ખાવી ખૂબ અશુભ, કારણ જાણીને ચોંકી જશો
- આર્થિક તંગીથી પરેશાન છો? તો રોજ સાંજે ઘરના આ સ્થાન પર પ્રગટાવો દિવો
- Chaitra Navratri 2023 - સપ્તમીના દિવસે લીંબુની માળા, લીમડો અને ગુલેરના ફૂલોથી પ્રસન્ન થાય છે મહાકાળી, આશિર્વાદ આપવા આવશે ઘરે
Ramayan- શું આપ જાણો છો રામાયણની આ રોચક વાતો ?
શુક્લ પક્ષની નવમી તિથિને શ્રીરામ નવમીના પર્વના રૂપમાં ઉજવાય છે. વાલ્મીકી રામાયણ મુજબ આ દિવસે ભગવાન વિષ્ણુએ શ્રીરામના રૂપમાં ધરતી પર અવતાર લીધો હતા. આ વખતે શ્રીરામ નવમીનો તહેવાર 15 એપ્રિલના રોજ શુક્રવારે છે. શ્રીરામ નવમીના અવસર પર આજે અમે તમને એવી રોચક વાતો જણાવી રહ્યા છીએ, જેને ખૂબ ઓછા લોકો જાણે છે.
આ રીતે બન્યો રામસેતુ
વાનરોને સમુદ્ર પર પુલ બનાવવામાં 5 દિવસ લાગ્યા હતા. પહેલા દિવસે 14 યોજન(1 યોજન એટલે કે 13 કિમી) બીજા દિવસે 20 યોજન , ત્રીજા દિવસે 21 યોજન ,ચોથા દિવસે 22 યોજન અને પાંચમા દિવસે 23 યોજન પુલ બનાવ્યો હતો. આ રીતે કુલ 100 યોજન લંબાઈનો પુલ સમુદ્ર પર બનાવ્યો હતો. આ પુલ 10 યોજન પહોળો હતો.
* રાજા દશરથ શ્રીરામને વનવાસ મોકલવા માંગતા નહોતા. તેમણે શ્રીરામને એવુ પણ કહ્યુ હતુ કે મને બંદી બનાવીને તમે પોતે રાજા બની જાવ.
* શ્રીરામ ચરિત માનસમાં સીતાના સ્વયંવરનું વર્ણન છે પણ વાલ્મીકીની રામાયણમાં ક્યાંય પણ સીતાના સ્વયંવરનું વર્ણન નહી મળે.
* રાજ દશરથે પુત્ર પ્રાપ્તિ માટે ઋષિ ઋષ્યશૃંથી પાસેથી પુત્રેષ્ટિ યજ્ઞ કરવ્યો હતો. આ ઋષિનો જન્મ હિરણીના ગર્ભથી થયો હતો.
* વનવાસ સમયે રામે શ્રાપિત રાક્ષસ કબંધનો વધ કર્યો હતો. તેણે જ રામને સુગ્રીવ સાથે મિત્રતા કરવા માટે કહ્યું હતું.
* વાલ્મીકી રામાયણ મુજબ રસ્તો ન આપતા લક્ષ્મણ નહી પણ શ્રીરામ સમુદ્ર પર ક્રોધિત થયા હતા. ત્યારે લક્ષ્મણે એમને સમજાવ્યો હતો.
* રામ-રાવણના યુદ્ધના સમયે ઈંદ્રે એમના રથ શ્રીરામ માટે મોક્લ્યા હતા. એના પર જ બેસીને રામે રાવણનું વધ કર્યું હતું.
* યુદ્ધના સમયે અગત્સ્ય ઋષિએ શ્રીરામને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવાનું કહ્યું એના જ પ્રભાવથી શ્રીરામે રાવણનો વધ કર્યો.
* રાવણે વિશ્વ વિજયના સમયે શૂર્પણખાના પતિનો પણ વધ કર્યો હતો. કારણ કે એ પણ રાવણના સર્વનાશ કરવા ઈચ્છતો હતો.
* વાલ્મીકી રામાયણ મુજબ વનવાસ જતી વખતે શ્રીરામની ઉમર આશરે 28 વર્ષની હતી અને સીતાની 18 વર્ષ હતી.