ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 23 જુલાઈ 2018 (12:16 IST)

Video - જ્યારે લખનૌના ટ્રાફિક જામમાં ફસાયેલા જૈકી શ્રોફે ખુદ રસ્તા પર ઉતરીને રૂટ ક્લિયર કરાવ્યો

જાણીતા અભિનેતા જેકી શ્રોફે ટ્વિટર પર એક વીડિયો ક્લિપ શેયર કરી છે. આ વીડિયોમાં તેઓ લખનૌમાં પોતાની ગાડીમાંથી ઉતરીને ટ્રાફિક ક્લિયર કરતા દેખાય રહ્યા છે.  સૂત્રોના જણાવ્યા મુજબ જેકી શ્રોફ પોતાની ફિલ્મ પ્રસ્થાનમની શૂટિંગ માટે લખનૌના રૂમી દરવાજા વિસ્તારમાં ગયા હતા જ્યા તેઓ ટ્રાફિક જામમાં ફસાય ગયા.  આ દરમિયાન તેમને પોતે ગાડીમાંથી ઉતરીને રસ્તો ક્લિયર કરાવ્યો અને પછી કારમાં બેસીને હોટલ રવાના થઈ ગયા. 
 
આ વીડિયો જોઈને લાગે છે કે આનુ રેકોર્ડિગ કદાચ જેકી શ્રોફની ગાડીમાં બેસેલા કોઈ વ્યક્તિએ કર્યુ છે. 
ઉલ્લેખનીય છે કે જૈકી પોતાની ફિલ્મ પ્રસ્થાનમની શૂટિંગ માટે હાલ લખનૌમાં છે. સંજય દત્ત પ્રોડ્કસનમાં બની રહેલી પ્રસ્થાનમ તેલુગુ ફિલ્મની રિમેક છે.  જેને દેવા કટ્ટા ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ વી માં સંજય દત્ત, જેકી શ્રોફ, મનીષા કોઈરાલા, અમાયરા દસ્તૂર, અલી ફજલ જોવા મળશે. 
 
આ ફિલ્મનુ ટીઝર રજુ થઈ ચુક્યુ છે. જેમા સંજય દત્તના દમદાર ડાયલોગ સાંભળવા મળે છે. ફિલ્મના ટીઝરમાં ધોતી કુર્તામાં સંજય દત્તનુ બૈક લુક બતાવાયુ છે. બેકગ્રાઉંડમાં ખેતરો દેખાય રહ્યા છે. આ સાથે જ એક દમદાર ડાયલોગ આવે છે જેમા  સંજય કહી રહ્યા છે.. હક દોગે તો રામાયણ શુરૂ હોગી છીનોગે તો મહાભારત.