રામગોપાલ વર્મા બનાવશે સંજૂ પર બીજી બાયોપિક ફિલ્મ, આ રહેશે ટ્વિસ્ટ

Last Modified શુક્રવાર, 20 જુલાઈ 2018 (11:54 IST)

રાજ કુમાર હિરાની નિર્દેશિત ફિલ્મ સંજુએ બોક્સ ઓફિસ પર અનેક રેકોર્ડ બનાવ્યા. દર્શકો અને ક્રિટિક્સ તરફથી મૂવીને શાનદાર રિસ્પોંસ મળ્યો પણ એક વર્ગ એવો પણ હતો જેમને સંજુ મૂવીને પીઆર કૈપેન બતાવ્યુ.
એવુ કહેવાય છે કે હિરાનીએ મૂવી દ્વારા સંજય દત્તની છબિ સુધારવાની કોશિશ કરી છે. તેથી હવે રામગોપાલ વર્મા સંજુના જીંદગીનુ અસલી સત્ય બતાવવાનુ વિચારી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રામગોપાલ વર્મા સંજય દત્તની બીજી બાયોપિક ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે જેનુ નામ હશે સંજુ ધિ રિયલ સ્ટોરી.
રિપોર્ટ મુજબ રામગોપાલની ફિલ્મમાં ફક્ત સંજય દત્તના AK-56 રાઈફલ રાખવા પર ફોક્સ હશે. મુંબઈ મિરરને આપેલ ઈંટરવ્યુમાં ડાયરેક્ટરે આ સમાચારની ચોખવટ કરી છે. તેમણે કહ્યુ, "હા હુ ફિલ્મ બનાવી રહ્યો છુ."આ પણ વાંચો :