શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી , બુધવાર, 4 જુલાઈ 2018 (16:02 IST)

સોનાલી બેન્દ્રેને કેન્સર, શેયર કરી ઈમોશનલ પોસ્ટ

. બોલીવુડ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર છે. એક્ટર ઈરફાન ખાન પછી હવે જાણીતી અભિનેત્રી સોનાલી બેંદ્રે કેન્સરની બીમારીનો સામનો કરી રહી છે.  એક્ટ્રેસે ખુદ ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા આ વાતની માહિતી આપી છે. સોનાલીએ જણાવ્યુ કે તેમને હાઈ-ગ્રેડ કેંસર થયુ છે અને તે તેનો ઈલાજ ન્યૂયોર્કમાં કરાવી રહી છે. 
 
સોનાલીએ પોતાના પોસ્ટમાં લખ્યુ, 'તાજેતરમાં જ તપાસ પછી મને જાણ થઈ છે કે મને હાઈગ્રેડ કૈસર છે.  તેની આશંકા મને ક્યારેય નહોતી. સતત થનારા દર્દ પછી મે મારી તપાસ કરાવી. જ્યારબાદ ચોંકાવનારી રિપોર્ટ સામે આવી. અભિનેત્રીએ આગળ લખ્યુ, આ સમયે મારો પરિવાર અને મારા મિત્ર મારી સાથે છે અને દરેક શક્ય રીતે મારો સાથ આપી રહ્યા છે.  મે એ સૌનો આભારી છુ અને ખુદને ભાગ્યશાળી સમજુ છુ.'
સોનાલીએ લખ્યુ, 'તેનો સામનો કરવા માટે તરત એક્શન લીધ સિવાય અન્ય કોઈ રસ્તો નહોતો. તેથી પોતાના ડોક્ટરોની સલાહ પર મે ન્યૂયોર્કમાં સારવાર કરાવી રહી છુ. આપણે સકારાત્મક રહીએ અને હુ દરેક પગલે લડવા તૈયાર છુ  મને જેનાથી ઘણી મદદ મળી એ વીતેલા વર્ષોમાં મળનારો પ્રેમ અને સપોર્ટ છે.  જે માટે હુ આભારી છુ. હું આ જંગમાં આગળ વધી રહી છુ. એ જાણતા કે મારી પાછળ મારો પરિવાર અને મિત્રોની તાકત છે. 
ઉલ્લેખનીય છે કે સોનાલી બેન્દ્રે છેલ્લા કેટલાક વર્ષોથી લાઈમલાઈટથી દૂર છે. તેણે સરફરોશ, હમ સાથ સાથ હૈ અને લજ્જા જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યુ છે.