બુધવાર, 28 સપ્ટેમ્બર 2022
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified શનિવાર, 14 જુલાઈ 2018 (15:02 IST)

શાહીદ કપૂરની પત્ની મીરાને પુછ્યુ, બોય ઔર ગર્લ ? મળ્યો આ જવાબ...

શાહિદ કપૂર હાલ આમ તો પોતાની ફિલ્મોમાં વ્યસ્ત છે. પણ ફિલ્મોની સક્સેસ અને તેના બોક્સ ઓફિસ કલેક્શનથી વધુ શાહિદને વર્તમન દિવસોમાં કોઈ અન્ય વાતનો વધુ ખ્યાલ છે અને તે છે તેમની પત્ની. ઉલ્લેખનીય છે કે શાહિદ અને મીરા એક વાર ફરી માતા-પિતા બનવાના છે અને પોતાની પર્સનલ લાઈફમાં આવી રહેલ આ ખુશીને લઈને શાહિદ ખૂબ એક્સાઈટેડ છે. પણ આ બધા એક્સાઈટમેંટ વચ્ચે શાહિદની પત્ની મીરા રાજપૂતને પુછ્યુ કે આ વખતે તેમને શુ જોઈએ, 'પુત્ર કે પુત્રી'  તો મીરા રાજપૂતે આ સવાલનો ખૂબ મજેદાર અંદાજમાં જવાબ આપ્યો. 
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ઈંસ્ટાગ્રામ પર એક નવો ફિચર આવ્યો છે. જેમા લોકો એકબીજાને સવાલ જવાબ કરી શકે છે. આ ફીચરનો ઉપયોગ કરી મીરા રાજપૂતને એક વ્યક્તિએ ઈંસ્ટાગ્રામ પર પુછ્યુ, આ વખતે બોય કે ગર્લ ? આ સવાલનો જવાબ મીરા રાજપૂતે આપ્યો. ખબર નહી અને તેનાથી ફર્ક પણ નથી પડતો. !! 
 
આમ જોવા જઈએ તો સાચુ પણ છે. શાહિદ અને મીરા બંને જ સોશિયલ મીડિયા પર પોતાની પુત્રી મીશાનો ફોટો શેયર કરતા લખ્યુ હતુ 'મોટી બહેન' હવે આ વાતથી તેમને કોઈ ફરક નથી પડૅતો કે તે મોટીબેન ભાઈની બનશે કે બહેનની. 
ઉલ્લેખનીય છે કે શાહિદ અને મીરાના લગ્ન 2015માં થયા હતા. આ જોડીએ મીરાને બીજીવાર મા બનવાની વાત એપ્રિલમાં સોશિયલ મીડિયા દ્વારા સૌને બતાવી  હતી.  આ વિશે વાત કરતા શાહિદે કહ્યુ હતુ હુ ખૂબ  ખુશ છુ. મને લાગે છે કે આ ખુશી સૌની સાથે વહેંચવી જોઈએ. મીરાએ કહ્યુ કે તે તેને ઈંસ્ટાગ્રામ પર શેયર કરવા માંગે છે.  અને મને આ ફોટો ખૂબ ક્યૂટ લાગ્યો. તો બસ અમે નિર્ણય કર્યો કે અને આ ફોટો શેયર કરી લીધો.