શનિવાર, 23 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 5 જુલાઈ 2018 (15:08 IST)

હું સાયકલ ચલાવવાની ખૂબ જ શોખીન હતી – માધુરી દિક્ષિત

અમાદાવાદ, જો વ્યક્તિ સાચે જ કશાંક માટે ઝનૂની હોય, તો વયનો કોઇ બાધ નડતો નથી. લાગણીશીલ થયેલ માધુરી દિક્ષિતે કહ્યું, "મારા બાળપણના દિવસો મારા માટે અત્યંત ખાસ છે. એક બાળક તરીકે હું સાયકલ ચલાવવાની ખૂબ જ શોખીન હતી અને તે ચલાવવા હંમેશા થોડોક સમય કાઢી જ લેતી. મઝાની વાત જો કે એ છે કે હું ઝાડીઓમાં જઇ પડતી પણ ગમે તે રીતે, હું તે ચલાવતાં શીખી ગઇ અને કયારેય હાર ન માની. બાળપણના સંસ્મરણો આપણે જીવનના ખૂબ જ મહત્વપૂર્ણ પાઠ ભણાવે છે અને આણે મને હંમેશા હિંમત જાળવી રાખવી  અને કયારેય હામ ન હારવાનો પાઠ ભણાવ્યો”.  
લાગણીઓએ કબ્જો જમાવ્યો  અને ઝંખનાએ આપણાં જજિસ અને પ્રતિસ્પર્ધીઓના બાળપણના ઘણાં સંસ્મરણો તાજા કરાવી ગઇ જે તેઓએ અનાવરિત કર્યાં. પ્રતિસ્પર્ધીઓએ એવા પ્રોપનો ઉપયોગ કરીને પરફોર્મ કરવાનું હતું કે જે તેમના બાળપણના ખાસ સંસ્મરણોને પાછા લઇ આવે. દરેકને એક પરફોર્મન્સ વિસ્મિત કરી ગયું તે હતું ઘજી પેઢીના 'દીનાનાથ જી' દ્વારા 'ઇલાહી' પર એરિયલ એકટ પરફોર્મ કરવામાં આવ્યું હતું જેમણે પ્રોપ તરીકે સાયકલનો ઉપયોગ કર્યો હતો. માધુરીને એમનું પરફોર્મન્સ સાચે જ સ્પર્શી ગયું કેમ કે તેણી પોતે પોતાના બાળપણના સંસ્મરણ સાથે આને જોડી શકતી હતી.