ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શનિવાર, 21 જુલાઈ 2018 (16:42 IST)

રણવીર કપૂરના ભાડુઆતે 50 લાખનો કેસ ઠોક્યો, સમય પહેલા ઘર ખાલી કરાવવાનો આરોપ

રણબીર કપૂર વિરુદ્ધ તેમની એક ભાડુઆતે રેંટ એગ્રીમેંટનુ ઉલ્લંઘનના આરોપમાં 50 લાખ રૂપિયાનો કેસ ઠોક્યો છે.  શીતલ સૂર્યવંશી નામની આ ભાડુઆત રણબીર કપૂરના 6094 સ્કવાયર ફીટના આલીશાન એપાર્ટમેંટમાં ઓક્ટોબર 2016થી રહેતી હતી. આ એપાર્ટમેંટ પુણેના કલ્યાણી નગરના ટ્રંપ ટાવરમાં છે. તેમણે આને લીવ અને લાઈસેંસ બેસિસ પર ભાડાથી રાખેલુ હતુ. સૂર્યવંશીએ હવે સમજૂતીની તારીખથી ખૂબ પહેલા જ તેને ખાલી કરાવવાને કારણે નુકશાનનો અરોપ લગાવ્યો છે. સૂર્યવંશી મુજબ રણબીર સાથે થયેલ રેંટ એગ્રીમેંટના હિસાબથી પહેલા 12 મહિના માટે 4 લાખની લાઈસેંસ ફ્રી આપવાની હતી અને આગામી 12 મહિનામાં 4.20 લાખ રૂપિયા. 
 
પુણે સિવિલ કોર્ટમાં આ કેસ નોંધવામાં આવ્યો છે. જ્યા સૂર્યવંશીએ 50.40 લાખ રૂપિયાના નુકશાન અને તેના પર 1.08 લાખના વ્યાજની માંગ કરી છે. તેમનો દાવો છે કે તેમના પરિવારને આનાથી નુકશાન થયુ છે. તેમણે કહ્યુ છે કે અચાનક એપાર્ટમેંટ ખાલી કરાવવાથી તેમને ખૂબ વધુ અસુવિદ્યા અને મુશ્કેલી આવી છે.  તેમણે કહ્યુ કે તેમને 11 મહિનાની અંદર જ ઘર ખાલી કરવાનુ કહેવામાં આવ્યુ અને છેવટે ઓક્ટોબર 2017ના રોજ તેમને ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યા. 
 
મુંબઈ મિરર છાપાની રિપોર્ટ મુજબ સૂર્યવંશીએ પોતાની ફરિયાદમાં કહ્યુ છે, બંને પક્ષ વચ્ચે 24 મહિના માટે સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બતાવેલ નોટિસ (જે મેલ પર મોકલવામાં આવી) માં પ્રતિવાદી (રણબીર)એ ખોટુ કહ્યુ કે તે બતાવેલ ઘરમાં શિફ્ટ કરવા માંગે છે અને આ માટે વાદી (સૂર્યવંશી)ને લીવ એંડ લાઈસેંસ એગ્રીમેંટ વિરુદ્ધ ઘર ખાલી કરવાનુ કહેવામાં આવ્યુ  સૂર્યવંશીએ એ પણ કહ્યુ કે ઘર ખાલી કરવા મામલે રણબીરે તેમને દુર્ભાવનાપૂર્ણ રૂપે દગો કર્યો છે.   જ્યારે કે 24 મહિના માટે તેમના રહેવાની સમજૂતી હતી 
 
બીજી બાજુ રણબીર કપૂરે આ આરોપોથી ઈનકાર કર્યો છે. રણબીર મુજબ સૂર્યવંશીને એ માટે ઘર ખાલી કરવાનુ નહોતુ કહ્યુ  કે તેઓ રહેવા આવી રહ્યા હતા પણ એ માટે ઘર ખાલી કરાવ્યુ કારણ કે એગ્રીમેંટની શરતો કહે છેકે રહેવાનો અધિકાર 12 મહિનાનો હશે અને સૂર્યવંશી એ પહેલા તેને નકારી નથી શકતા.  રણબીરે એવુ પણ કહ્યુ, "વાદી એકલા લીવ અને લાઈસેંસ સમજૂતીમાં પોતાની સુવિદ્યામુજબ કોઈ ફેરફાર કે વ્યાખ્યા નથી કરી શકતા. રણવીરે આગળ કહ્યુ કે સૂર્યવંશીએ ઘરને પોતાની મરજીથી ખાલી કર્યુ છે. અને ઘર ખાલી કરતા પહેલા 3 મહિનાના ભાડામાં પણ ગડબડી કરી છે.  જેને તેમની જમા રકમમાંથી કાપી લેવામાં આવી છે.  કેસની સુનાવણી 28 ઓગસ્ટના રોજ થવાની છે.