સંબંધિત સમાચાર
- રાજ્યમાં આર્થિક ક્ષેત્રે પુનઃ નિર્માણ માટે કમિટી રચના, હસમુખ અઢિયાને અધ્યક્ષની જવાબદારીઃ અશ્વિની કુમાર
- સીએમ રૂપાણી બાદ નીતિનભાઈ પટેલના રાજીનામાની માંગની અફવાઓની ભારે ચર્ચાઓ
- અમિત શાહ, CM રૂપાણી, DGP શિવાનંદ ઝા પર હુમલાની ધમકી આપતો પત્ર ઇન્ટેલિજન્સ વિભાગને મળ્યો
- સીએમ રૂપાણીનું નિવેદનઃ ગુજરાતમાં દારૂબંધી છે એટલે દારૂ પકડાય છે
- સમગ્ર રાજ્યમાં ચાઇનીઝ તુક્કલ અને ચાઇનીઝ માંઝા / પ્લાસ્ટિક દોરીના ઉપયોગ ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ
રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે, તે માત્ર એક અફવા જ છે: વિજય રૂપાણી
રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે એવી સોશીયલ મીડિયામાં અને લોકોમાં જે વાતો ચાલે છે તે માત્ર એક અફવા જ છે. રાજ્ય સરકાર લોકડાઉન ફરીથી લાગુ કરવાની બાબતે કોઈ પણ વિચારણા કરતી નથી તેમ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ કર્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના સૌ નાગરિકોને આવી અફવાઓથી ગેરમાર્ગે દોરવાઈ ના જવાની અપીલ કરી છે.
રાજ્યના નાગરિકોને આવી ખોટી અફવાઓથી ગેરમાર્ગે ના દોરવાઈ જવાની અપીલ કરતા એમ પણ કહ્યું છે કે તા. 1 જૂનથી અનલૉક થવાને કારણે રાજ્યમાં જન જીવન પૂર્વવત થવા માંડ્યું છે. ઉદ્યોગ ધંધા રોજગાર અને આર્થિક વાણિજ્યિક ગતિવિધિઓ પણ હવે ધબકતી થવા માંડી છે ત્યારે લોકડાઉન ફરી લાગુ કરવા અંગે રાજ્ય સરકારની કોઈ જ વિચારણા નથી.
કોરોના સાથે કોરોના સામે જીવન જીવવાની સાથે રોજ બરોજની ગતિવિધિઓ હવે સામાન્ય થઈ છે ત્યારે ફરીથી લોકડાઉન આવશે તેવી ખોટી અફવાઓથી લોકો ગેરમાર્ગે ન દોરાય તે પણ જરૂરી છે.
