સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 6 માર્ચ 2020 (11:58 IST)

અમિત શાહ, CM રૂપાણી, DGP શિવાનંદ ઝા પર હુમલાની ધમકી આપતો પત્ર ઇન્ટેલિજન્સ વિભાગને મળ્યો

NRCના નામે આખા ગુજરાતમાં આતંકી હુમલો અને તોફાનો કરવાની ચેતવણી આપતો પત્ર સ્ટેટ આઈબીને મળતા સમગ્ર રાજ્યની પોલીસને હાઇ એલર્ટ કરી દેવામાં આવી છે. સૂત્રોના કહેવા મુજબ સેન્ટ્રલ આઈબી દ્વારા આ પત્ર સ્ટેટ આઈબીને આપવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું છે કે, અમે છેલ્લા ઘણાં દિવસથી તમારા શહેરમાં છીએ અને ચોક્કસ લોકોને ટાર્ગેટ કરી તેમના પર હુમલો પણ કરાશે. રાજકીય સહિત પોલીસ અધિકારીઓ મળી 13 લોકોને આ પત્રમાં ટાર્ગેટ કરાયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે, એનઆરસીના નામ પર આખા ગુજરાતમાં આતંકી હુમલો અને તોફાનો કરાવીશું. ‘બચાવી શકો તો ગુજરાતને બચાવજો.’, પુલવામા અને ઉરીને યાદ રાખજો. હવે મુસલમાનો એક થઈને બહાર નીકળશે. આ પત્રને પગલે ડીજીપી શિવાનંદ ઝાએ મિટિંગ બોલાવી હતી અને પોલીસને સ્ટેન્ડ ટુ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.‘અમે છેલ્લા ઘણા દિવસથી તમારા શહેરમાં છીએ. અમે તમારા અમુક સ્થળો ઉપર અને અમુક લોકો પર હુમલા કરીશું. ઘણા સ્થળોએ દંગા પણ કરીશું. બચાવી શકો તો બચાવજો ગુજરાતને. પુલવામા અને ઉરીને યાદ રાખજો. હવે ખરાબ સમય શરૂ થશે. હવે મુસલમાનો એક થઈને બહાર નીકળશે. NRCના નામ પર આખા ગુજરાતમાં આતંક, દંગા અને સમય મળતા જ હુમલો પણ કરશે. એક મોટા આતંકી હુમલા માટે તૈયાર રહેવું.’ આ પત્ર મળતા ATS અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પત્રમાં આ 13 લોકોને ધમકી આપવામાં આવી
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
ગુજરાત પોલીસના વડા શિવાનંદ ઝા
ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી
ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા
જગન્નાથ મંદિરના દિલિપદાસજી મહારાજ
પોલીસ કમિશ્નર આશિષ ભાટિયા
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયા
શૈલેષ પરમાર (દાણીલીમડા)
ચીફ જસ્ટિસ (ગુજરાત હાઇકોર્ટ)
ભરત બારોટ (દરિયાપુર)
ભૂષણ ભટ્ટ (ખાડિયા)