મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020
Written By
Last Modified: ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2020 (11:07 IST)

Delhi Assembly Election 2020: દિલ્હી ચૂંટણીમાં BJP પાર્ષદ બગાડી રહ્યા છે પાર્ટીની રમત ! અમિત શાહે સંભાળ્યો મોરચો

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અને બીજેપીના પૂર્વ અધ્યક્ષ અમિત શાહે પ્રચારની કમાન જાતે સાચવી રાખી છે. તેઓ એક એક ગતિવિધિ પર નજર રાખી રહ્યા છે. અમિત શાહે બુધવારે રાત્રે 
દિલ્હીમાં ભાજપાના પાર્ષદો સાથે મુલાકાત કરી. ઉલ્લેખનીય છે કે રિપોર્ટર મુજબ કેટલાક પાર્ષદ પાર્ટીના આદેશો ન માનીને લોકલ ઉમેદવારનુ સમર્થન કરી રહ્યા છે. સમાચાર મુજબ અમિત શાહ દિલ્હી ચૂંટણી 
 
માટે ચાલી રહેલ કૈપેને જોઈ રહ્યા છે. અને પાર્ટી યૂનિટ વિશે એ જાણીને નારાજ છે કે કેટલાક લોકો કૈપેનને પાછળ ખેંચી રહ્યા છે. 
 
 
મામલા સાથે જોડાયેલ કે કાર્યકર્તાએ જણાવ્યુ કે કેટલાક પાર્ષદ જાણીજોઈને કૈપેનને ખરાબ કરવાની કોશિશ કરી રહ્યા છે. કારણ કે તેમને ચૂંટણી માટે ટિકિટ ન આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે બીજેપી દિલ્હીમાં 
 
  આમ આદમી પાર્ટીને જોરદાર ટક્કર આપવા માટે પોતાની બધી તાકત લગાવી રહી છે. આવી પરિસ્થિતિમાં પાર્ષદને ચેતાવણી આપવામાંઅ અવી છે કે કૈપેનને પાછળ ખેચવાની કોશિશનો અંજામ ઠીક નહી રહે. 
 
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં બીજેપીની હારનુ કારણ પણ પાર્ટીની અંદરનો વિવાદ હતો. આવામાં પાર્ટી નેતૃત્વ દિલ્હીમાં આવી ભૂલ થવા દેવા નથી માંગતુ.  દિલ્હીમા6 સતત ત્રણ વાર નગર નિગમ 
 
ચૂંટણી જીતનારી બીજેપી 1998થી દિલ્હીની સત્તાથી બહાર છે. એક પાર્ટી કાર્યકર્તાએ જણાવ્યુ કે અમિત શહ બધા કૈપૈનોની માહિતી જાતે રાખી રહ્યા છે અને દરેક વિધાનસભા ક્ષેત્રને કવર કરવાની કોશિશ કરી રહ્યા 
 
છે. એ પ્ણ ત્યારે જ્યારે તેઓ કોઈ રણનીતિકાર ન અહી પણ ખુદ કૈપેનર છે. 
 
 
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી કેજરીવાલે નવી દિલ્હી વિધાનસભા સીટ પર અગાઉની ચૂંટણીમાં બીજેપીની નુપૂર શર્માને પરાજીત કરી હતી. કેજરીવાલે 30 હજાર વોટોથી જીત નોંધાવી હતી. આ વખતે બીજેપીએ 
 
કેજરીવાલ વિરુદ્ધ દિલ્હી સીટ પરથી ભારતીય જનતા યુવા મોરચાના દિલ્હીના અધ્યક્ષ સુનીલ યાદવને ઉતાર્યા છે. દિલ્હીની બધી 70 વિધાનસભા સીટો પર ચૂંટણી થઈ રહી છે. આ માટે દિલ્હીમાં 8 ફેબ્રુઆરીના 
 
રોજ વોટ નાખવામાં આવશે.   ત્યારબાદ 11 ફેબ્રુઆરીના રોજ વોટોની ગણતરી થશે અને ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે.  આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સામે પોતાની સત્તા બચાવી રાખવાનો પડકાર છે.  તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવવાની તમામ કોશિશ કરી રહ્યુ છે.   આ માટે  4 અને 5 ફેબ્રુઆરીના રોજ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ દિલ્હીમાં ચૂંટણી રેલી કરશે.