1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 8 મે 2020 (15:45 IST)

સીએમ રૂપાણી બાદ નીતિનભાઈ પટેલના રાજીનામાની માંગની અફવાઓની ભારે ચર્ચાઓ

ગુજરાતમાં ગઈકાલે નેતૃત્વ પરિવર્તન અંગે જે ચર્ચા ચાલી હતી તે સમયે જ મહેસાણા જે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું જ વતન છે ત્યાંથી મહેસાણા જીલ્લા ભાજપ બક્ષી મોરચાના પ્રમુખે કોરોના મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કરવાની સાથે નાયબ મુખ્યમંત્રી જેઓ આરોગ્ય મંત્રાલયનો હવાલો પણ સંભાળે છે તેમના રાજીનામાની માંગ કરી છે અને મોરચાના પ્રમુખ દેવેન્દરસિંઘ ઠાકોરે તેના ફેસબુક એકાઉન્ટમાં પોસ્ટ મુકી છે અને કોરોનો સામે લડવામાં આવેલી મંત્રીની નિષ્ફળતા જવાબદાર છે તેવુ જણાવી તેમનાં રાજીનામાની પણ માંગ કરી છે.ગુજરાતમાં કોરોનાની કટોકટી જયારે અત્યંત સંવેદનશીલ બની ગઈ છે અને હવે સમગ્ર રાજય ખાસ કરીને અમદાવાદ-સુરત સહિતનાં મહાનગરો ફકત કોરોનાની દયા પર આવી ગયા છે તે વચ્ચે ફરી એક વખત મુખ્યમંત્રી વિજય રૂપાણી જાય છે તેવી ચર્ચા અને સોશ્યલ મિડિયાનાં સંદેશાઓ રાજયમાં રાજકીય પરિસ્થિતિ કેવી પ્રવાહી છે તેનો સંકેત આપી દીધો છે. ગઈકાલે જબરા વાયરલમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની કેન્દ્રીય મોવડી મંડળ સાથે મુલાકાત અને વડાપ્રધાન સાથેની બેઠકોમાં હાજરીને આગળ ધરીને સોશ્યલ મિડિયામાં ભાજપ હાલની સ્થિતિ જોતાં નેતૃત્વ પરિવર્તન કરવા જઈ રહ્યું છે તેવા અહેવાલો ચગતા ફરી એક વખત મનસુખભાઈ માંડવીયાએ ટવીટ કરીને સ્પષ્ટતા કરવી પડી હતી અને હાલ કોરોના સામેની લડાઈ જે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ ગુજરાત લડી રહ્યું છે તેને નબળી પાડવા આ "અફવા” ફેલાવાઈ રહી હોવાનું જણાવીને ચર્ચાનો અંત લાવવા પ્રયાસ કર્યા પરંતુ એવુ પ્રથમ વખત નથી કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના આ પ્રકારનાં અહેવાલો ચગ્યા છે અને ભુતકાળમાં પણ માંડવીયાને સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી. 2019ની લોકસભા ચૂંટણી સમયે પણ મનસુખ માંડવીયા ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને રીપ્લેસ કરવા જઈ રહ્યા હોવાની વાત ચગી હતી અને તે સમયે ખુદ અમિત શાહે પણ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની કોઈ વાત જ નથી તેવી સ્પષ્ટતા કરવી પડી હતી. ગુજરાતમાં કોરોના સામેની લડાઈમાં લાંબા સમયથી પ્રશ્નો તો ઉઠતા જ હતા અને જે રીતે સ્થિતિ વણસી તેના પરથી વહીવટી ફેરફાર પણ થયો છે. રાજયમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ વચ્ચે "ઓલ-વેલ” નથી અને કોરોનામાં સંકલન નથી તેવા એક અખબારી અહેવાલે આ ચર્ચાને વેગ આપ્યો હતો અને પછી દિલ્હીમાં સીધી દરમ્યાનગીરી કરવી પડી તેવુ જણાવ્યું હતું. જેના આધારે વહીવટી ફેરફાર થયા હતા. વાસ્તવમાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ છે. ભાજપ મોવડી મંડળ કેન્દ્રની મોદી સરકાર માટે ચિંતા જ છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહનું ગૃહ રાજય છે.ગુજરાત ભાજપનાં એક ઉચ્ચ પદાધિકારીનાં જણાવ્યા મુજબ કોરોનામાં રાજકીય કરતાં અધિકારી કામગીરી વધુ જરૂરી હોય એવૂ ચિત્ર છે કે રાજય પુરી રીતે અધિકારીનાં હવાલે થઈ ગયુ છે અને તેમાં નિતિન પટેલને પાછળ ધકેલાયા છે. તેથીજ એક વખત આ ચર્ચા શરૂ થઈ છે ભાજપ મોવડી મંડળને હાલના તકે નેતૃત્વ પરિવર્તન પોષાય પણ નહિ. કારણ કે તે સીધી કેન્દ્રીય નેતૃત્વની નિષ્ફળતા જેવુ ગણાય જશે. ગુજરાતમાં આગામી સમયમાં ચૂંટણી છે તેની ચિંતા છે પણ પહેલા કોરોનાની ચિંતા છે.