મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મરોહા. , મંગળવાર, 30 એપ્રિલ 2019 (11:43 IST)

અડધી રાત્રે ક્રિકેટર મોહમ્મદ શમીની મૉડલ પત્નીની ધરપકડ

ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાને શાંતિ ભંગ કરવના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. હસીન જહા પર આરોપ છે કે તેણે સોમવારે અહી અલીપુર ગામમાં પોતાના પતિના ઘરે જઈને કથિત રૂપે હંગામો કર્યો. પોલીસે જણાવ્યુ કે તેણે રવિવારે રાત્રે શમીના ઘરેથી ફોન આવ્યો હતો. અમરોહાના એસપી વિપિન તાડાએ જણાવ્યુ કે ક્રિકેટરની માતાએ આરોપ લગાવ્યો કે હસીન જહા બળજબરીથી ઘરમાં ઘુસી ગઈ અને હંગામો કર્યો. હસીન જહાને શાંતિ ભંગ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી અને એસડીએમ કોર્ટમાં રજુ કરવામાં આવી. 

અધિકારી જણાવ્યુ કે પછી જામીન પર છોડવામાં આવી. શમીની પત્નીએ સંવાદદાતાઓને કહ્યુ, 'આ લોકો મારા અધિકારનુ ઉલ્લંઘન કરી રહ્યા છે. શમી મારા પતિ છે અને તેમના ઘર પર મારો પૂરો અધિકાર છે. પણ જ્યારે પણ મે એ ઘરમાં રહેવાનો પ્રયત્ન કર્યો મારા સાસરિયાઓએ મને અને મારી બાળકીને બહાર ફેકવાનો પ્રયત્ન કર્યો."