ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

લીંબુ સેહત માટે ખૂબજ લાભકારી થાય છે, જાણો માત્ર 9 ફાયદા

સાદા ભોજનનો જો સ્વાદ વધારવો હોય તો લીંબુનો રસ બહુ કામ લાગે છે. એટલું જ નહીં લૂથી બચવા માટે લીંબુના રસને સંચળવાળા પાણીમાં મિક્સ કરીને પીવામાં આવે તો બપોરે ગરમીમાં બહાર રહેવાથી લૂ નથી લાગતી. લીંબુના એટલા બધા ફાયદા છે જેટલા તમે વિચારી પણ નહીં શકો. લીંબુમાં સાઇટ્રિક એસિડ, વિટામિન સી, વિટામિન બી, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ હોય છે. આવો, લીંબુના લાભ વિષે થોડી વધુ જાણકારી મેળવવીએ.
લીંબુ ખાવાના ફાયદા -
 
1. તમે કબજિયાતથી પરેશાન રહો છો? આના માટે ગરમ પાણીમાં થોડા લીંબુના ટીપાં મિક્સ કરી પી જાઓ. આનાથી ચક્કર, ડાયેરિયા, દિલની બળતરા, 
 
ખાટા ઓડકાર અને અન્ય પેટ સંબંધી રોગો દૂર થશે.
 
2. આ એક પ્રાકૃતિક એન્ટીસેપ્ટિક છે જેના પ્રયોગથી ત્વચાની સમસ્યા પણ દૂર થઇ શકે છે. લીંબુ ચહેરા પરથી બ્લેકહેડ્સ અને કરચલીઓ દૂર કરવાનું કામ કરે છે 
 
સાથે ચહેરો સાફ પણ કરે છે. સાથે તે એન્ટી એજિંગનું કામ પણ કરે છે. લીંબુને ખીલ પર લગાવવાથી ખીલ સૂકાઇ જાય છે અને તે વધુ ફેલાતા નથી.
 
3. જો પેઢામાં દર્દ થતો હોય તો તે જગ્યાએ લીંબુનો રસ લગાવો. આનાથી પીડા તો દૂર થશે સાથે મોઢામાંથી ખરાબ વાસ પણ નહીં આવે.
 
4. ગળાનો સોજો, ગળું બેસી જવું વગેરે સમસ્યામાં ગરમ પાણીમાં લીંબુનો રસ અને મીઠું મિક્સ કરી કોગળા કરવા જોઇએ. જેમને ખાંસીમાં પાતળો કફ નીકળતો 
 
હોય તેમણે આ પ્રયોગ ન કરવો.
 
5. લીંબુ પાણી પીવાથી હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રેસ, થાક અને ચક્કર આવતા દૂર થાય છે. સાથે તેનાથી શ્વાસ લેવાની તકલીફ અને અસ્થમાની સમસ્યા પણ દૂર 
 
થાય છે.
 
6. લીંબુ ઇન્ફેક્શનની સામે લડવામાં મદદરૂપ બને છે.
 
7. લીંબુ એક એન્ટીઓક્સિડેન્ટ છે જે ફ્રી રેડિકલ્સને ડીએક્ટિવ કરે છે. જેનાથી સ્ટ્રોક, હાર્ટની બીમારી અને કેન્સરનું જોખમ નથી રહેતું.ALSO READ: સવારે ખાલી પેટ 2 કાળી મરી ખાઈને પાણી પીવું
 
8 લીંબુ બ્લડ પ્રેશરને ઓછું કરે છે અને સારા કોલેસ્ટ્રોલ વધારે છે.
9. લીંબુના રસને વાળના મૂળમાં ઘસીને 10 મિનિટ બાદ વાળ ધોઇ લો. આમ કરવાથી વાળ પાકવા, તૂટવા કે માથામાં જૂ પડી હશે તો તે જૂર થશે.

10. લીંબૂના છાલટાને મીંઠુ અને પિપરમેંટના તેલ સાથે મિક્સ કરી સ્ક્રબ બનાવો અને તેને તમારા પગ પર મસાજ કરો અને ધોઈ લો તમારા પગ નરમ અને સૉફટ થઈ જશે.