શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 30 એપ્રિલ 2019 (12:01 IST)

કેસર કેરીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતો આત્મહત્યા તરફ વળ્યાં, સરકારને રજુઆત કરાઈ પણ.

વંથલી તાલુકાના કણજા ગામે 70 વર્ષના ખેડૂતે  ઝેરી ટીકડી ખાઈને આત્મ હત્યા કરી છે. પોતાના કેરીના બગીચામાં છેલ્લા 3 વર્ષથી સતત પાક ઓછો ઉતરવાના કારણે આર્થિક સંકડામણ ઊભી થવાના કારણે આત્મહત્યા કરી છે.  સિંચાઇનું ભૂગર્ભનું પાણી ખાલી થઈ જતાં, વાતાવરણમાં ફેરફાર, રોગ જેવા કારણથી આવેલી કેરીઓ ટપોટપ નીચે ખરી જાય છે. તો કેટલીક જગ્યાએ આંબામાં મોર આવતાની સાથે જ સુકાઇ ગયા હતા. આમ થતાં મોટાભાગે પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. ઓછો પાક થતાં કેસર કેરીના ભાવ ઊંચા છે. તેથી ખેડૂતોને થોડી રાહત પણ છે.  રાજ્ય સરકાર સરવે કરાવી કેરીના બગીચા રાખનાર ખેડૂતોને રાહત જાહેર કરે એવી માંગણી ખેડૂતો કરી રહ્યાં છે. તાલાલામાં પ્રતિકુળ આંબોહવાના કારણે કેસર કેરીનો પાક તદ્દન નિષ્ફળ ગયો છે. ગીર સોમનાથ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ જીકુ સુવાગીયા અને સરકારી અગ્રણી છગન કણસાગરાએ મુખ્યમંત્રી સમક્ષ માગણી કરી છે, કે તુરંત સરવે કરીને વળતર આપવા માંગણી કરી છે.તાલાલા તાલુકાનો મુખ્ય પાક કેસર કેરી છે. આ વર્ષે અનુકુળ આબોહવાના અભાવે કેરીનો પાક સાવ નિષ્ફળ ગયો હોય આ અંગે ત્વરીત સર્વે કરાવી કેરીનો પાક નિષ્ફળ જવાથી દયનીય સ્થીતીમાં મુકાઈ ગયેલ કેસરકેરીના ઊત્પાદક કિશાનોને સહાય આપવા તાલાલા તાલુકા ગીર વિકાસ સમિતીએ માંગણી કરી છે.મુખ્યમંત્રીને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે, તાલાલા પંથકનો મુખ્ય પાક કેસર કેરી છે. આ વર્ષે વાતાવરણમાં વારંવાર બદલાવ આવવાથી કેરીનો ૮૦ ટકા પાક સાવ નિષ્ફળ ગયો છે. તાલાલા પંથકના નાશ પામેલ કેરીના પાકનો ત્વરીત સર્વે કરાવવો જોઈએ. કેસર કેરીનાં પાક ઉપર આધારીત ખેડુતો દયાજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે. ટકા પાક નિષ્ફળ કેરીનો ભાવ ત્રણ ગણો વધશે. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં ચાલુ વર્ષે બાગાયત ધરાવતા આંબાના કેરીના પાકમાં ખેડૂતોને ડિસેમ્બર ૧૮ તથા જાન્યુઆરી-૧૯ના માસમાં કમોસમી ઝેરી પવન સાથે લાંબા સમય સુધી અતિશય ઠંડી પડવાથી તથા ઝાકળ વરસાદ પડવાથી બગીચામાં આવેલ મોર મળી જવાથી કેરીનો પાક સદંતર નિષ્ફળ જતા ખેડૂતોને લાખોનું નુકસાન થયેલ છે.આ પરિસ્થિતિમાં સરકારએ કૃષિ વિભાગના અધિકારી દ્વારા તાત્કાલીક સમયમર્યાદામાં સર્વે કરાવી ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર આપવા માંગણી છે. તેમજ આંબાના કેરીના પાકને સરકારે પાક વીમામાં સમાવેશ કરવા અમારી માગણી છે.