શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 29 એપ્રિલ 2019 (12:03 IST)

શ્રીલંકામાં બ્લાસ્ટ કરાવનારો આતંકી ભરુચ અને સુરતના 2 એજન્ટોના સંપર્કમાં હતો

શ્રીલંકામાં થયેલા ત્રાસવાદી હુમલામાં હેન્ડલર તરીકે ઈસ્લામિક સ્ટેટના એજન્ટ આદિલ ‘એકસ’ નું નામ ચર્ચામાં આવ્યું છે સાથે સાથે ગુજરાતમાં આઈએસના એજન્ટો સાથેની લિંક પણ પોલીસને મળી છે. 2017માં સુરતમાંથી ગુજરાત એટીએસે ભરૂચ અને સુરતના આબિદ અને કાસમની ધરપકડ કરી હતી. તે સમયે પોલીસે બંનેની વોટ્સએપ ચેટ તપાસી હતી, જેમાં આદીલ સાથેની વાતચીત હતી. સુરતનો આબિદ મિરઝા અને ભરૂચનો કાસમ સ્ટીમરવાલા આદિલ સાથે સંપર્કમાં હોવાની વાતનો પોલીસે ચાર્જશીટમાં પણ ઉલ્લેખ કર્યો હતો. એ સમયે પોલીસે બંનેના ફોન અને લેપટોપ કબજે કર્યાં હતાં, જેમાં તે બંનેએ આઈએસના શ્રીલંકામાં સક્રિય આદિલ નામના એજન્ટ સાથે ચેટિંગ કર્યાના પુરાવા મળ્યા હતા. જોકે હવે શ્રીલંકામાં થયેલા હુમલામાં ભૂમિકા ભજવનારા આદિલ સાથે આ બંને એજન્ટની લિંક બહાર આવતા એટીએસ, એસઓજી, ક્રાઇમ બ્રાંચ એલર્ટ થઈ છે. કાસમ અને આબિદ 4 માસથી સુરતની જેલમાં છે, પરંતુ અગાઉ તે બંને આદિલના સંપર્કમાં હતા. બંનેની ધરપકડ વખતે રાજ્યમાં આઈએસની વિચારધારા ધરાવતા અન્ય ચારને પણ પોલીસે પકડ્યા હતા. આથી રાજ્યનાં અન્ય યુવાનો હજુ આ જ પ્રકારે આઈએસ એજન્ટ તરીકે કામ કરતા હોવાની આશંકા પોલીસે નકારી નથી.