સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 27 એપ્રિલ 2019 (14:34 IST)

પઠાણ ગેંગની MSUની વીપી સલોની મિશ્રાને ખુલ્લેઆમ ધમકી

હોળીના દિવસે હોસ્ટેલમાં થયેલી મારામારી બાદ એક વિદ્યાર્થી પાસે રેગિંગની ખોટી ફરિયાદ કરાવનાર આર્ટસ ફેકલ્ટીના એક વિદ્યાર્થીને રસ્ટિકેટ કરવા તેમજ તેને બચાવવા બે ગ્રુપો દ્વારા શુક્રવારે હેડઓફીસ ખાતે રજૂઆતો કરવામાં આવી હતી. આ બે ગ્રુપો પૈકી રજૂઆત માટે આવેલ વી.પી સલોની મિશ્રા સહિતની વિદ્યાર્થીનીઓ પર પઠાણ ગ્રુપના ઝુબેર પઠાણે અસભ્ય ભાષામાં બૂમો પાડીને વી.પી સલોની મિશ્રા પર એસિડ નાખવાની ધમકી આપી હતી.

હોલિકા દહન કરવાના મુદ્દે યુનિવર્સીટી હોસ્ટેલમાં થયેલી મારામારી બાદ એન્ટી રેગિંગ કમિટીમાં એક વિદ્યાર્થી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. છેક દિલ્હી સુધી ફરિયાદ થયા બાદ યુનિવર્સીટી દ્વારા તપાસ કરાતા ફરિયાદ કરનાર વિદ્યાર્થીએ કબુલ્યું હતું કે, આર્ટસ ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી નિર્ભય મિશ્રાએ તેની પાસેથી ખોટી ફરિયાદ કરાવી હતી. જેના કારણે શુક્રવારના રોજ એક વિદ્યાર્થી સંગઠન દ્વારા નિર્ભય મિશ્રણ બચાવમાં તો બીજા એક ગ્રુપ દ્વારા તેને રસ્ટિકેટ કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. સલોનીના જણાવ્યા પ્રમાણે, ઝુબેર સહિતના વિદ્યાર્થીઓએ તેમને ‘દેખલો, ઈન લડકિયોં કો ઇનકી ઔકાત દિખાતે હૈ’ અને ‘ બાદ મેં મિલો, લડકિયાં ક્યાં કરને કે લિયે બની હૈ બતાતે હૈ’ એવી બૂમો પાડીને છેલ્લે ‘ બહાર નિકલકે જબ એસિડ ફેકેંગે તબ દેખના ક્યાં હોતા હૈ ‘ એવી ધમકી આપી હતી. આ અંગે તાત્કાલિક યુનિવર્સીટી સત્તાધીશોને રજૂઆત પણ કરાઇ હતી. જેની સામેં એસિડ ફેંકવાની ધમકીના આક્ષેપ કરાયા છે તે ઝુબેર પઠાણના જણાવ્યા મુજબ, સલોની મિશ્રા અને શ્રેયા ને ગાંધી અવારનવાર કોઈપણ વિદ્યાર્થી પર ખોટી રીતે છેડતીના આરોપ લગાવી ફસાવવાનો પ્રયત્ન કરે છે. જે આગળ જતા આરોપો ખોટા સાબિત થાય છે અથવા સમાધાન કરાય છે. આ લોકો શિક્ષકો તેમજ વિજિલન્સના અધિકારીઓ સાથે પણ અયોગ્ય વર્તન કરે છે.