ખુશ ખબર... ગૂગલ બતાવશે ક્યા છે તમારો ખોવાયેલો ફોન !!

mobile
Last Updated: સોમવાર, 15 ઑક્ટોબર 2018 (18:05 IST)
ક્ષણભરમાં જો તમારો સ્માર્ટફોન ક્યારેક આમ તેમ થઈ જાય તો ખળબળી મચી જાય છે. ગૂગલે આ સમસ્યાનો હલ કાઢતા એક એવી તકનીક શોધી છે જે તમારા ખોવાયેલ સ્માર્ટફોનની માહિતી આપે છે.
આ તકનીકનો ઉપયોગ પણ ખૂબ જ સરળ બનાવાયો છે. કોઈપણ એંડ્રોયડ ફોન યૂઝર ડેસ્કટોપ પર સર્ચનો ઉપયોગ કરી આ કામ કરી શકે છે.

ગૂગલે એક બ્લોગ પોસ્ટમાં કહ્યુ છે કે યૂઝર્સને બસ ગૂગલ સર્ચ બારમાં ‘Find my phone’ ટાઈપ કરવાનુ હશે અને તમારો સ્માર્ટફોન ગૂગલ મેપ પર ટ્રેક થઈ જશે અને ફોનની લોકેશન તમને બતાવાશે.

આ રીતે શોધો ગુમ થયેલો ફોન

ડેસ્કટૉપ પર ગૂગલ સર્ચમાં Find my phone ટાઈપ કરવાથી પહેલા તમારા આ સુનિશ્ચિત કરવુ પડશે કે તમે ડેસ્કટોપ પર એ જ ગૂગલ આઈડીથી લૉગઈન છો જે તમને સ્માર્ટફોન રજીસ્ટર્ડ કરી મુકી છે.

મતલબ ડેસ્કટોપ અને સ્માર્ટફોન બંને પર એક જ જીમેલ એકાઉંટ ખુલ્લો હોવો જોઈએ.

એટલુ જ નહી ગૂગલ સર્ચમાં જઈને ‘Find my phone’ ટાઈપ કરી લોકેશન ટ્રેક કરવાની સાથે સાથે તમે ફોન પર રિંગ પણ કરી શકો છો. તમે જ્યારે રિંગ બટન પર ક્લિક કરશો તો ગૂગલ તમારા સ્માર્ટફોન પર સતત પાંચ મિનિટ સુધી ઘંટી વગાડશે. આ રીતે તમે સહેલાઈથી ફોન શોધી શકો છો.

ગૂગલની આ સેવાનો ઉપયોગ કરવાથી પહેલા આ નક્કી કરી લો કે તમારા સ્માર્ટફોનમાં GPS એક્ટિવ છે. ગૂગલની આ સર્વિસ ત્યારે કારગર છે જ્યારે તમારા સ્માર્ટફોનનો GPS ઑન હોવો જોઈએ.

એટલુ જ નહી ફોનની ચોરી હોવાને કારણે યૂઝર્સ પર ફીચર દ્વારા તેને લૉક કરી ડાટા નષ્ટ કરી શકો છો.


આ પણ વાંચો :