સંબંધિત સમાચાર
- દેશમાં ગુજરાતમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર તો રાજ્યમાં પોલીસ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ
- ગોધરામાં હેલ્મેટ નહીં પહેરી હોવાથી પોલીસે રૂમમાં પુરીને માર માર્યો હોવાનો આક્ષેપ
- કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની કારે એક્ટિવા ચાલકને કચડી માર્યો
- DPS ઈસ્ટની માન્યતા રદ થતાં બાળકોની બેનર સાથે સ્કૂલ બચાવવા માંગ
- સુરતમાં રેલવે ટ્રેક પર પડી ગયેલી દિકરીને બચાવવા જતાં મા અને દિકરીનાં મોત
અમદાવાદના મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન અને મેચ જાહેર: જાણો પહેલી મેચ કોણ રમશે
જેની દેશભરના કિક્રેક રસિયાઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તેની જાહેરાત થઈ ગઈ છે. અમદાવાદ પાસે બનેલા નવા મોટેરા સ્ટેડિયમનું માર્ચમાં ઉદઘાટન કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આ ડ્રીમ પ્રોજેક્ટ એવું વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ માર્ચ 2020માં બનીને તૈયાર થઈ જશે. ત્યારે તેના ઉદઘાટનમાં પીએમ મોદી અને અમિત શાહ પણ હાજર રહેશે. તેમજ માર્ચમાં આ ગ્રાઉન્ડ પર મેચ રમાશે તેવો BCCIએ નિર્ણય કર્યો છે. BCCIએ ICC પાસેથી આ ગ્રાઉન્ડ પર મેચ રમવા માટે મંજૂરી માંગી છે. ત્યારે નવનિર્મિત આ ગ્રાઉન્ડ પર એશિયા ઈલેવન અને વર્લ્ડ ઈલેવન વચ્ચે મેચ રમાશે. તમને જણાવી દઈએ કે, ભારતમાં દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવું એ PM મોદીનું સપનુ હતું, જે આખરે સાકાર થયું છે.
