1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 ડિસેમ્બર 2019 (11:32 IST)

DPS ઈસ્ટની માન્યતા રદ થતાં બાળકોની બેનર સાથે સ્કૂલ બચાવવા માંગ

નિત્યાનંદ વિવાદ બાદ દિલ્હી પબ્લિક સ્કૂલની એનઓસી અને એફિલિએશનને લઈને સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી છે. સ્કૂલને અનિશ્ચિત મુદ્દત માટે બંધ કરી દેવાઈ છે. ત્યારે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. વાલીઓ ધરણા કરીને વિરોધ નોંધાવી રહ્યા છે. વહેલી સવારે વાલીઓ બાળકો સાથે સ્કૂલ પહોંચ્યા હતા. પરંતુ દરવાજા બંધ હોવાથી સ્કૂલ બહાર રોષ ઠાલવ્યો હતો. જ્યારે બાળકોએ હાથમાં બેનર લઈને DPS ઈસ્ટને બચાવવા માટે આહવાન કર્યું હતું. DPS ઈસ્ટ દ્વારા વાલીઓને જાણ કરવામાં આવી છે અને કહેવાયું છે કે, વ્હાલા વાલીઓ, તમને જાણ કરવામાં આવે છે કે અમને હમણાં જ એક પત્ર દ્વારા જણાવ્યું છે કે ધોરણ 1 થી 8ની પરમિશનને ઓફિસ દ્વારા માન્યતા રદ્દ કરાઈ છે. અમે જણાવીએ છીએ કે સ્કૂલને આગળની નોટિસ ન મળે ત્યાં સુધી બંધ કરવામાં આવે છે.વાલીઓનું ગ્રૂપ ઉત્તમ નગર ગાર્ડન મણીનગર ખાતે એકઠા થયા છે. હાલ તેઓ સ્કૂલને લઈને ચર્ચાઓ કરી રહ્યાછે. ત્યાર બાદ તેઓ જિલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદ ખાતે જશે. સાથે જ આ નિર્ણય સામે ઓથોરિટીને એક અપીલ કરશે. મણીનગરના ઉત્તમનગર ગાર્ડન ખાતે DPS ઈસ્ટના વાલીઓ એકઠા થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, અમને સંતોષકારક જવાબ આપવામાં આવી રહ્યો નથી. ધોરણ 1થી 8ની માન્યતા રદ થઈ ગઈ છે. અમારા બાળકોનું ભાવી અધ્ધરતાલ છે. અમે DEOને ઉગ્ર રજૂઆત કરીશું. અમે સરકારને મળ્યા ત્યારબાદ તરત GSEBની માન્યતા પણ રદ કરી દેવાઈ છે. અમારા બાળકો અમને પૂછે છે કે અમારે સ્કૂલે જવાનું છે કે નહીં? અમે કોઈ જવાબ નથી આપી શકતા. અમને ન્યાય નહીં મળે તો હાઈકોર્ટમાં PIL કરીશું. આવતી કાલે શહેરની તમામ સ્કૂલો બંધ કરાવીશું.