શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 2 ડિસેમ્બર 2019 (17:41 IST)

અન્ડર-19 વર્લ્ડ કપ માટે ભારતની ટીમમાં એક ગુજરાતી ક્રિકેટરનો સમાવેશ

જાન્યુઆરી, 2020થી સાઉથ આફ્રિકામાં યોજાનારા અન્ડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતની ટીમ જાહેર કરવામાં આવી છે. 15 ખેલાડીઓમાં ગુજરાતના એક ખેલાડીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
બીસીસીઆઈની ઑલ ઇન્ડિયા જુનિયર સિલેક્શન કમિટીએ અન્ડર-19 વર્લ્ડ કપ ટીમની પસંદગી કરી છે.
આ ટીમમાં બરોડા ક્રિકેટ ઍસોસિયેશન તરફથી રમતાં શાશ્વત રાવતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બરોડા ક્રિકેટ ઍસોસિયેશન તરફથી રમતાં શાશ્વત રાવત ડાબોડી બૅટ્સમૅન છે અને રાઇટ આર્મ બૉલર છે.
વિનુ માંકડ ટ્રૉફીમાં તેઓ બરોડાની ટીમના કૅપ્ટન હતા.
 
અન્ડર-19 એશિયા કપમાં ભારત ચૅમ્પિયન બન્યું હતું. તે ટીમમાં પણ શાશ્વત રમ્યા હતા.
શાશ્વત રાવત
બીસીસીઆઈ દ્વારા રમાયેલી મેન્સ અન્ડર-19 વન ડે ચેલેન્જર ટ્રૉફીમાં તેઓ ભારત-સી ટીમ તરફથી રમ્યા હતા અને બી ટીમ સામે સદી નોંધાવી હતી.
તેમણે 119 બૉલમાં 15 બાઉન્ડરી અને 3 સિક્સની મદદથી 129 રન ફટકાર્યા હતા.
અન્ડર-19 વર્લ્ડ કપની ટીમના કૅપ્ટન પ્રિયમ ગર્ગ અને વાઇસ કૅપ્ટન ધ્રુવ જુરેલ છે.
ભારતીય ટીમમાં સમાવેશ થયેલા ખેલાડીઓ:
યશશ્વી જયસ્વાલ, તિલક વર્મા, દિવ્યાંશ સક્સેના, શાશ્વત રાવત, પ્રિયમ ગર્ગ, ધ્રુવ જુરેલ, દિવ્યાંશ જોષી, શુભાંગ હેગડે, રવિ બિશ્નોઈ, આકાશ સિંઘ, કાર્તિક ત્યાગી, અથર્વ અંકોલેકર, કુમાર કુશાગ્રા(વિકેટકીપર), શુશાંત મિશ્રા, વિદ્યાધર પાટિલ.
કૅપ્ટન પ્રિયમ ગર્ગ કોણ છે?
 
કૅપ્ટન પ્રિયમ ગર્ગ
કૅપ્ટન પ્રિયમ ગર્ગ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ ઉત્તર પ્રદેશમાંથી રમે છે. તેણેમ ઉત્તરપ્રદેશ તરફથી રમતાં 67.83ની એવરેજથી 814 રન બનાવ્યા છે.
જેમાં તેમણે બે સદી નોંધાવી છે અને પોતાના કરિયરનો સૌથી મોટો સ્કોર 206 છે.
આ ટીમમાં સ્થાનિક ક્રિકેટમાં નાની ઉંમરમાં બેવડી સદી નોંધાવનાર યશશ્વી જયસ્વાલની પસંદગી કરવામાં આવી છે. યશશ્વી જયસ્વાલ 17 વર્ષના છે.
તેમણે વિજય હજારે ટ્રૉફીમાં મુંબઈ તરફથી રમતાં 112.80 રનની એવરેજની સાથે 564 રન બનાવ્યા હતા.
13મો અન્ડર-19 વર્લ્ડ કપ અને ભારતની ચાર વાર જીત
આ અન્ડર-19 વર્લ્ડ કપની 13મી સિઝન છે. ભારત સૌથી સફળ ટીમ છે.
ભારતે ચાર વર્લ્ડ કપ જીત્યા છે. ગત વર્ષે ઑસ્ટ્રેલિયાને હરાવીને ટ્રૉફી પર કબજો મેળવ્યો હતો. 2018નો વર્લ્ડ કપ પણ જીત્યો હતો.
આ વર્લ્ડ કપની શરૂઆત 17 જાન્યુઆરી, 2020થી થવાની છે. ભારત ગ્રૂપ-એમાં રમી રહી રહ્યું છે.
આ ગ્રૂપમાં ન્યૂઝીલૅન્ડ, શ્રીલંકા અને જાપાનની ટીમ સામે રમશે. જાપાનની ટીમે પહેલી વખત ક્વૉલિફાય કર્યું છે.
આ ટુર્નામેન્ટમાં ચાર ગ્રૂપ છે. ચાર ગ્રૂપમાં ચાર-ચાર ટીમો રમી રહી છે.
આ ચાર ગ્રૂપમાંથી બે-બે ટીમો સુપર લીગ માટે ક્વૉલિફાય થશે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 9 ફેબ્રુઆરીએ રમાશે.