મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 ડિસેમ્બર 2019 (11:51 IST)

ગોધરામાં હેલ્મેટ નહીં પહેરી હોવાથી પોલીસે રૂમમાં પુરીને માર માર્યો હોવાનો આક્ષેપ

લુણાવાડાથી ગોધરા આવતાં શહેરા ટોલનાકા પાસે પોલીસે રોકીને હેલ્મેટ નહીં પહેરેલા યુવાનને મારમારીને પોલીસ મથકે બે કલાક ગોંધી રાખ્યો હોવાના આક્ષેપ કરતી અરજી જિલ્લા પોલીસ વડાને કરી છે. ગોધરાના સિંગલ ફળીયામાં રહેતો રફીક મોહમદ ભાગલીયા વેલ્ડીંગનુ઼ કામ લુણાવાડાથી પુર્ણ કરીને ગાડી પર ગોધરા પરત ફરી રહ્યો હતો. ત્યારે શહેરાના ટોલનાકા પાસે હેલમેટ ન પહેરતાં પાંચ થી છ પોલીસ કર્મચારીઓએ રફીક ભાગલીયાને મારમાર્યો હોવાના આક્ષેપ કરતી અરજી જિલ્લા પોલીસવડાને રફીકે કરી હતી. પોલીસવડાને કરેલી આક્ષેપ કરતી અરજીમાં જણાવ્યુ઼ હતું કે શહેરાના ટોલનાકા પાસે 5 થી 6 પોલીસ કર્મી રફીકને રોકીને તે હેલમેટ નહી પહેરીને ગુનો કર્યો છે. તુ઼ રૂ.3 હજાર આપ નહિ તો અમે તારી સામે ગુનો બનાવીશું તેમ કહીને અપશબ્દો બોલ્યા હતા. બાદમાં રફીકને જીપમાં બેસાડીને શહેરા પોલીસ મથકે રફીક ભાગલીયાને એક રુમમાં બંધ કરીને દંડા અને ગડદાપાટુનો મારમાર્યો હતો.રફીકના ખિસ્સામાંથી 1300 રુ. જબરજસ્તી કાઢીને 500 રુના દંડની પહોંચ બનાવીને બે કલાક બાદ રફીકને છોડયો હોવાનો આક્ષેપ અરજીમાં કર્યો હતો.પોલીસના મારથી ઇજાઓ થતાં રફીકને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પીટલ ખાતે દાખલ કર્યો હતો. જેથી મને જે પોલીસ કર્મચારીઓએ માર્યો છે. તેઓની વિરુદ્ધ કાયદેસરની ફરીયાદ નોંધવા જિલ્લા પોલીસવડાને આક્ષેપ કરતી અરજી રફીક ભાગલીયાએ કરી હતી. સાથે અરજીમાં ટોલનાકા તથા શહેરા પોલીસ સ્ટેશનના સીસીટીવી કુટેજ ની તપાસ કરવામાં આવે તો તમામ હકીકત બહાર આવે તેમ છે. આ અંગે શહેરા પોલીસ મથકના પોલીસ અધિકારી એન.એમ.પ્રજાપતિએ જણાવ્યું હતું કે હુ઼ તો રજા પર હતો પણ ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન હેલમેટ ન પહેરતાં મેમો આપ્યો છે. એના સિવાય બીજુ કશું થયું નથી તેમ મને જાણવા મળ્યુ઼ છે.  તો અરજદારનું કહેવું છે કે મેં હેલમેટ ન પહેરતાં પોલીસે મને ગાડીમાં બેસાડીને શહેરા પોલીસ મથકે રુમમાં પુરીને મારમાર્યો હતો. મારા ખિસ્સામાંથી 1300 રુ કાઢી લઇને 500 રુનો મેમો આપ્યો હતો. આ સમગ્ર ઘટનાની તપાસ કરવા ટોલનાકાના અને શહેરા પોલીસ મથકના સીસીટીવી કુટેજ ચેક કરેતો બધુ઼ સત્ય બહાર આવે.