સંબંધિત સમાચાર
- પાકિસ્તાનના હુમલા નાકામ કર્યાનો ભારતનો દાવો, પાકિસ્તાને ભારતીય ડ્રોન તોડવાની વાત કહી
- IND vs WI: વેસ્ટઈન્ડિઝ પર ભારતની ધમાકેદાર જીતના આ છે 5 હીરો, સિરાઝ બન્યા સૌથી મોટા મેચ વિનર
- બોલરને ક્રિકેટ પીચ પર આવ્યો હાર્ટ એટેક, છેલ્લો બોલ ફેંક્યા પછી મોત : Video
- હાર્દિક પંડ્યાનો હાથ પકડવા માંગી રહી હતી 7 વર્ષ નાની નવી ગર્લફ્રેંડ, ક્રિકેટરે કર્યુ આવુ કર્યુ રિએક્ટ
- IND vs PAK મેચ દરમિયાન પાકિસ્તાની ખેલાડીની હરકત મોંઘી સાબિત થઈ, ICC એ લીધી કડક એક્શન
પાકિસ્તાનના હુમલામાં અફઘાનિસ્તાનમાં ત્રણ ક્રિકેટરોનાં મોત
અફઘાનિસ્તાનના ક્રિકેટ બોર્ડ (એસીબી)એ જણાવ્યું છે કે પક્તિકા પ્રાંતમાં પાકિસ્તાનના હવાઈ હુમલામાં ત્રણ ખેલાડીઓનાં મોત થયાં છે. એસીબીએ એક નિવેદન બહાર પાડીને આ હુમલાની ટીકા કરી છે.
આ ઉપરાંત પાકિસ્તાનમાં નવેમ્બરમાં રમાનારી ત્રિકોણિય ટી20 સિરીઝમાંથી પણ નીકળી જવાની જાહેરાત કરી છે.
એસીબીએ ત્રણેય ખેલાડીઓની તસવીરો જારી કરીને જણાવ્યું કે "શુક્રવારે સાંજે પાકિસ્તાને કરેલા હુમલામાં આ ખેલાડીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા."
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ મુજબ "આ હુમલામાં ત્રણ ખેલાડીઓ- કબીર, સિબગતુલ્લાહ અને હારુન ઉપરાંત અન્ય પાંચ નાગરિકોનાં મોત થયાં છે."
બોર્ડે જણાવ્યું કે ખેલાડીઓના સન્માન અને આ દુખદ ઘટનાની પ્રતિક્રિયા રૂપે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આગામી નવેમ્બરમાં પાકિસ્તાન સાથેની ટી20 સિરીઝમાંથી નીકળી જવાનો નિર્ણય લીધો છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા આ મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
આ ટી20 સિરીઝમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ભાગ લેવાના હતા. 17થી 29 નવેમ્બર વચ્ચે પાકિસ્તાનમાં બધી મૅચ રમાવાની હતી.
