RBI Recruitment 2022 : RBIની 394 જગ્યા માટે ફોર્મ ભરવાની
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)માં 294 ઓફિસરની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ સોમવારે 18-4-2022ના રોજ છે. ઉમેદવારો
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા 394 જગ્યા માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી પસંદ થનારા ગ્રેડ બી ઓફિસરની ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તક છે. (RBI Recruitment 2022 Online Application) આરબીઆઈની ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરવાની અંતિમ તારીખ 18-4-2022 છે. એટલે કે સોમવારે વિદ્યાર્થીઓ અને રસ ધરાવતા ઉમેદવારો ફોર્મ ભરી શકે છે. આ ફોર્મ ભરવાની વિગતો નીચે ટેબલમાં આપેલી છે. ઉમેદવારો જાહેરાત વાંચી અને શૈક્ષણિક યોગ્યતાના આધારે ફોર્મ ભરી શકે છે.
RBI ગ્રેડ Bમાં અધિકારીઓની પસંદગી માટે ઓનલાઇન પરીક્ષા લે છે. આ વર્ષે RBI ગ્રેડ Bની પરીક્ષા 28 મેથી 6 ઓગસ્ટ 2022 સુધી લેવામાં આવશે. ઓફિસર્સ ગ્રેડ B (DR) જનરલમાં 238 ઓફિસર્સ ગ્રેડ B (DR)- DIPRમાં 31 અને ઓફિસર્સ ગ્રેડ B (DR)-DSIMમાં 25 જગ્યા પર ભરતી થશે.