ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 16 એપ્રિલ 2022 (09:47 IST)

છેલ્લા 10 દિવસથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારામાં રાહત, જાણો તાજો ભાવ

petrol
ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને સ્પર્શી રહ્યા છે ત્યારે શનિવારે ફરી સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નહીં કરતા સામાન્ય માણસને રાહત મળી છે. છેલ્લા 10 દિવસથી તેલની કિંમતો સ્થિર રહી છે. ઉલ્લેખનીય છે કે ઈંધણની કિંમતમાં વધારો કરવાની પ્રક્રિયા 24 માર્ચથી શરૂ થઈ હતી. ત્યારપછી પેટ્રોલમાં 10-20 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. ગુજરાતના વિવિધ શહેરોમાં આજે આ દરે પેટ્રોલ-ડીઝલ મળી રહ્યું છે.
 
ગાંધીનગરમાં પેટ્રોલ 105.20 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે, જ્યારે ડીઝલનો ભાવ 99.55 રૂપિયા પ્રતિ લિટર છે. તેમજ અમરેલીમાં પેટ્રોલ રૂ.105.62 અને ડીઝલ રૂ.99.99 પ્રતિ લીટર મળી રહ્યું છે. અમદાવાદની વાત કરીએ તો અહીં પેટ્રોલ 104.87 રૂપિયા અને ડીઝલ 99.22 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. રાજકોટમાં આજે પેટ્રોલ 104.88 રૂપિયા અને ડીઝલ 99.24 રૂપિયા પ્રતિ લીટર છે. સુરતમાં આજે પેટ્રોલ 105.19 રૂપિયા અને ડીઝલ 99.56 રૂપિયામાં ઉપલબ્ધ છે.
 
તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ વાગ્યે બદલાય છે. HPCL, BPCL અને IOC સવારે 6 વાગ્યે નવી કિંમત લાગુ કરે છે. એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી, પેટ્રોલ અને ડીઝલની કિંમત લગભગ બમણી થઈ જાય છે.
 
સરકારી ઓઈલ કંપનીઓએ 22 માર્ચથી ભાવ વધારવાનું શરૂ કર્યું હતું. ત્યારપછી પેટ્રોલમાં 10-20 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતના આધારે ફોરેક્સના ભાવમાં દરરોજ વધઘટ થાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાનું કારણ રશિયા-યુક્રેન જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ લોકો કહે છે કે આ પહેલા ભાવ કેમ વધી રહ્યા હતા?
 
આ રીતેચેક કરો આજના નવા ભાવ 
પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ બદલાય છે અને સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. તમે SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલના દૈનિક દર પણ જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલના ગ્રાહકો RSP સાથે સિટી કોડ 9224992249 પર મોકલીને અને BPCL ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર માહિતી મેળવી શકે છે. તે જ સમયે, HPCL ઉપભોક્તા HPPprice નંબર 9222201122 પર મોકલીને કિંમત જાણી શકે છે.