ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 27 ઑક્ટોબર 2021 (17:14 IST)

Petrol-diesel price: આ દેશમાં માચિસ કરતા પણ સસ્તુ છે એક લીટર પેટ્રોલ, 50 રૂપિયામાં ટાંકી ફુલ કરાવી લો

એક એવો દેશ જ્યા મળશે 1.50 રૂપિયામા એક લીટર પેટ્રોલ

દેશના ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરને પાર કરી ગઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતમાં ઝડપથી થઈ રહેલા વધારાને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. સરકારી ઓઈલ કંપનીઓએ બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 35-35 પૈસાનો વધારો કર્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 107.94 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 96.67 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. ભારતમાં તેલની વધતી કિંમતોએ ગભરાટ ફેલાવ્યો છે. વિરોધ પક્ષો સરકાર પાસે પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાં ઘટાડો કરવાની માંગ કરી રહ્યા છે. પરંતુ વિશ્વમાં એવા ઘણા દેશો છે જ્યાં પેટ્રોલની કિંમત ભારત કરતા વધુ છે.
 
આ દેશોમાં સૌથી મોંઘુ પેટ્રોલ 
 
ભારતમાં ભલે પેટ્રોલ અને ડીઝલની કિંમત 100 રૂપિયા પ્રતિ લીટરને પાર થઈ ગઈ હોય, પરંતુ તેમ છતાં તેની કિંમત દેશના અન્ય દેશો કરતા ઓછી છે. દુનિયામાં સૌથી મોંઘુ પેટ્રોલ હોંગકોંગમાં છે. globalpetrolprices.com ના મુજબ  હોંગકોંગમાં સપ્ટેમ્બરમાં પેટ્રોલની કિંમત 2.56 ડોલર એટલે કે  192 રૂપિયા પ્રતિ લીટર હતી. યુરોપિયન દેશ નેધરલેન્ડમાં એક લિટર પેટ્રોલ માટે તમારે 2.18 ડોલર એટલે કે 163 રૂપિયા પ્રતિ લિટર ખર્ચવા પડશે. સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં પેટ્રોલની કિંમત 160 રૂપિયા પ્રતિ લીટર છે. એ જ રીતે નોર્વે, ઈઝરાયેલ, ડેનમાર્ક, મોનાકો, ગ્રીસ, ફિનલેન્ડ અને આઈસલેન્ડ એવા દેશોમાં સામેલ છે જ્યાં પેટ્રોલના ભાવ ખૂબ ઊંચા છે.
 
ક્યા મળે છે માચિસથી પણ સસ્તુ પેટ્રોલ 
 
દુનિયામાં સૌથી સસ્તું પેટ્રોલ દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં મળે છે. અહીં એક લિટર પેટ્રોલ માટે તમારે ફક્ત 0.02 ડોલર એટલે કે 1.50 રૂપિયા ખર્ચ કરવા પડશે. આ માચિસના એક પેકેટથી પણ સસ્તુ છે. ભારતમાં માચીસની કિંમત ડિસેમ્બરથી 2 રૂપિયા થશે. એટલે કે, જો તમે વેનેઝુએલામાં છો, તો તમે 50 રૂપિયાથી ઓછી કિંમતમાં 30 લિટર પેટ્રોલ ખરીદી શકો છો.  મારુતિ સુઝુકી અલ્ટો K10 (Maruti Suzuki Alto K10) ની 35 લિટરની ટાંકી ભરવા માટે તમારે માત્ર 52.50 રૂપિયા ખર્ચવા પડશે.
 
આ દેશોમાં અડધા ડોલરથી પણ ઓછો ભાવ 
 
ઈરાનમાં પેટ્રોલની કિંમત $0.06 એટલે કે 4.51 રૂપિયા છે. ગૃહયુદ્ધનો સામનો કરી રહેલા સીરિયામાં તમારે એક લિટર પેટ્રોલ માટે 0.23 ટકા એટલે કે 17 રૂપિયા ખર્ચવા પડશે. એ જ રીતે અંગોલા, અલ્જીરિયા, કુવૈત, નાઈજીરિયા, તુર્કમેનિસ્તાન, કઝાકિસ્તાન અને ઈથોયોપિયામાં પેટ્રોલની કિંમત અડધા ડોલરથી પણ ઓછી છે. ભારતની જેમ દુનિયાના મોટાભાગના દેશો પેટ્રોલ પર વિવિધ પ્રકારના ટેક્સ વસૂલે છે. તે સરકારો માટે આવકનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે.