સંબંધિત સમાચાર
- એમેઝોનના માલિકના લગ્નમાં 4000 કરોડનો ખર્ચ થશે! 55 વર્ષની લૉરેન સ્ટાઈલમાં પોતાની પહેલી પત્નીથી 4 ડગલાં આગળ દુલ્હન બનશે
- Pamban bridge- પામ્બન બ્રિજ,6000 ફૂટ લાંબો, ઊભી લિફ્ટ, તમિલનાડુનો પંબન બ્રિજ કોઈ ચમત્કારથી ઓછો નથી, જાણો ક્યારે થશે ઉદ્ઘાટન
- સોનાના શોખીનો માટે સારા સમાચાર: સોનું 40,000 રૂપિયા સુધી સસ્તું થઈ શકે છે! આ મોટું કારણ છે
- ગુજરાતી જોક્સ - ઘઉં વેચવા ગયો
- આજથી મોંઘી થઈ ગઈ 1000થી વધુ દવાઓ, ક્યાક તમારી દવા પણ આ લિસ્ટમાં નથી ને ?
સ્ટોક માર્કેટમાં હાહાકાર, બજાર ખુલતા જ રોકાણકારોના 19 લાખ કરોડ ડૂબ્યા, જાણો રોકાણકારોએ શુ કરવુ ?
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંમ્પના કહેરથી ભારતીય શેર બજારમાં ભૂચાલ આવી ગયો છે. બજારમાં ચારેબાજુ વેચવાલીથી રોકાણકારોના 19.45 લાખ કરોડ ડૂબી ગયા છે. ઉલ્લેખનીય છે કે જ્યારે શુક્રવારે બજાર બંધ થયો હતો તો બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કૈપ 4,03,41,043 કરોડ રૂપિયા હતો જે હવે ઘટીને 3,83,95,173 કરોડ રૂપિયા રહી ગયો છે. આ રીતે રોકાણકારોના 19 લાખ કરોડથી વધુ રૂપિયા ડૂબી ગયા છે.
સેંસેક્સના 30 શેરમાં મોટો ઘટાડો
બજારમાં ચારેબાજુ વેચવાલીની સ્થિતિ એ છે કે સેંસેક્સમાં સામેલ 30 માંથી 30 શેર મોટા ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. રિલાયંસ ઈંડસ્ટ્રીઝ 7% ના ઘટાડા સાથે વેપાર કરી રહ્યુ છે. ટાટા મોટર્સ 9% ના ઘટાડા સાથે વેપાર કરી રહ્યુ છે.
share market
તમે ઈંવેસ્ટર્સ છે તો શુ કરશો ?
જો તમે છુટક રોકાણકાર છો તો આ બજારમાં વેચવાલી કે ખરીદારીથી બચો. બજારથી હાલ દૂર રહો. સારા સ્ટોક સાથે બન્યા રહો. એવરેજ કરવાથી બચો. હા પેનિક સેલિંગ ન કરશો. બજારમાં ઉતાર-ચઢાવ લાગ્યુ રહે છે. જો તમે લાંબી અવધિના રોકાણકાર છો તો ગભરાશો નહી. બજારમાં તમારુ રોકાણ રહેવા દો.
