આજથી મોંઘી થઈ ગઈ 1000થી વધુ દવાઓ, ક્યાક તમારી દવા પણ આ લિસ્ટમાં નથી ને ?  
                                       
                  
				  				  
				   
                  				  Medicine Price Hike: દેશના કરોડો સામાન્ય લોકો માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. આજે એટલે કે 1 એપ્રિલથી 900થી વધુ જરૂરી દવાઓની કિમંત 1.74 ટકા વધી જશે. આ સાથે જ સામાન્ય લોકોની દવાઓનો ખર્ચ વધી જશે અને બચત ઓછી થઈ જશે.  આજથી મોંઘી થનારી દવાઓમાં ઈંજેક્શન, ડાયાબિટીસ અને હાર્ટની દવાઓનો સમાવેશ છે.  ઉલ્લેખનીય છે કે ભારતમાં જરૂરી દવાઓની કિમંત કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય મૂલ્ય  નિર્ધારણ પ્રાધિકરણ (NPPA) નક્કી કરે છે. જરૂઈ દવાઓની કિમંતમાં ગયા વર્ષના જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક  (WPI) ને ધ્યાનમાં રાખીને કપાત કે વધારો કરવામાં આવે છે.  
				  										
							
																							
									  
	 
	દવાના ભાવ વધવા માટે સરકારની પૂર્વ સ્વીકૃતિની જરૂર નથે એ
	NPPA એક નિવેદનમાં કહ્યુ કેલેંડર ઈયર 2023 ની તુલનામાં વર્ષ 2024 દરમિયાન ડબલ્યુપીઆઈમાં (+) 1.74028%  નો ફેરફાર નોંધવામાં આવ્યો. દવા નિર્માતા આ ડબલ્યુપીઆઈના આધાર પર અનુસૂચિત ફોર્મૂલેશનના અધિકતમ છુટક ભાવમાં વધારો કરી શકે છે અને આ સંબંધમાં સરકારની પૂર્વ સ્વીકૃતિની જરૂર નહી પડે.  
				  
	 
	મલેરિયા, એંટીવાયરલ એંટીબાયોટિક દવાઓની કિમંતમાં થશે વધારો 
	સરકારના આ આદેશ પછી એંટીબાયોટિક એજિથ્રોમાઈસિનની કિમંત  11.87 (250 એમજી અને  23.98 રૂપિયા (500 એમજી) પ્રતિ ટેબલેટ રહેશે. એમોક્સિસિલિન અને ક્લૈવુલૈનિક એસિડના ફોર્મૂલેશનવાળા એંટીબેક્ટેરિયર્લ ડ્રાઈ સિરપની કિમંત 2.09 રૂપિયા પ્રતિ એમલ રહેશે. એસાઈક્લોવિર જેવા એંટીવાયરલની કિમંત 7.74 રૂપિયા (200 મિલિગ્રામ) અને 13.90 રૂપિયા (400 મિલિગ્રામ) પ્રતિ ટેબલેટ રહેશે. આ રીતે મલેરિયાની સારવારમા ઉપયોગમાં થનારી હાઈડ્રોક્સીક્લોરોક્વીનની કિમંત 6.47 રૂપિયા (200 મિલિગ્રામ) 14.04 રૂપિયા (400 મિલિગ્રામ) પ્રતિ ટેબલેટ રહેશે.  
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	દુ:ખાવાની દવાઓ પણ થશે મોંઘી 
	પીડા રાહત આપતી દવા ડાયક્લોફેનાકની મહત્તમ કિંમત હવે પ્રતિ ટેબ્લેટ રૂ. ૨.૦૯ હશે, જ્યારે આઇબુપ્રોફેન ગોળીઓની કિંમત રૂ. ૦.૭૨ (૨૦૦ મિલિગ્રામ) અને રૂ. ૧.૨૨ (૪૦૦ મિલિગ્રામ) પ્રતિ ટેબ્લેટ હશે. NPPA એ રાષ્ટ્રીય આવશ્યક દવાઓની યાદી (NLEM) માં હાજર 1000 થી વધુ દવાઓના ભાવમાં વધારો કરવાની મંજૂરી આપી છે.