ક્યા છે Divorce Temple ? જ્યા થાય છે પતિ-પત્નીના સંબંધોનો નિર્ણય ! 700 વર્ષ જૂનો છે ઈતિહાસ
DIVORCE TEMPLE: દુનિયાભરમાં લાખો નાના-મોટા મંદિરો છે. દરેક મંદિરનો પોતાનો ઇતિહાસ હોય છે, અને ત્યાં થતી ધાર્મિક વિધિઓ અનોખી હોય છે. જોકે, કેટલાક મંદિરોની પરંપરાઓ એટલી અનોખી હોય છે કે તે સામાન્ય વ્યક્તિને પણ આશ્ચર્યચકિત કરી શકે છે. તમે આવા ઘણા મંદિરો વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમે એવા મંદિર વિશે જાણો છો જે છૂટાછેડા માટે પ્રખ્યાત છે? એટલુ જ નહી તેનુ નામ Divorce Temple પડી ગયુ છે.
"છૂટાછેડા મંદિર" નામ પરથી એવું લાગી શકે છે કે અહીં છૂટાછેડા થાય છે, પરંતુ એવું નથી. આ મંદિરનો ઇતિહાસ લગભગ 700 વર્ષ જૂનો છે, અને અહીં કોઈના છૂટાછેડા થયા નથી. તમે વિચારી રહ્યા હશો કે જો આ મંદિરમાં છૂટાછેડા થતા નથી, તો તેને " Divorce Temple" કેમ કહેવામાં આવે છે? આજે, અમે તમને તેના ઇતિહાસ વિશે જણાવીશું.
આ દેશમાં છે આ અનોખુ મંદિર
Divorce Temple જાપાનના કનાગવ શહેરમાં આવેલુ છે. કનાગવા શહેરમાં સ્થિત છે. કનાગવા શહેરના કામાકુર શહેરમા સ્થિત છે કનાગવા શહેરના કામાકુર શહેરમાં આવેલ મતસુગાઓકા તોકેઈ જી મંદિરને Divorce Temple ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિર લગભગ 700 વર્ષ જુનુ છે. આ મંદિરનો ઈતિહાસ એવી મહિલાઓ સાથે જોડાયેલો છે જેમનુ કોઈ નથી હોતુ. આવી મહિલાઓને અહી આશરો આપવામાં આવતો હતો.
આ મંદિર મહિલાઓ માટે બીજું ઘર
તમને લાગશે કે લોકો છૂટાછેડા લેવા માટે છૂટાછેડા મંદિરમાં જાય છે, પરંતુ એવું બિલકુલ નથી. આ મંદિરમાં કોઈને છૂટાછેડા મળતા નથી; તેના બદલે, તે નિરાધાર મહિલાઓ માટે બીજા ઘર તરીકે સેવા આપે છે. એવું કહેવાય છે કે આ મંદિર એવા સમયે બનાવવામાં આવ્યું હતું જ્યારે મહિલાઓને કોઈ અધિકાર નહોતા. તે ઘરેલુ હિંસા અને દુર્વ્યવહારનો ભોગ બનેલી મહિલાઓને સહારો આપવા માટે બનાવવામાં આવ્યું હતું.
મંદિર કોણે બનાવ્યું?
અહેવાલો અનુસાર, જાપાનનું Divorce Temple નુ નિર્માણ કાકુસાન શિડો-ની દ્વારા કરવામાં આવ્યું હતું. આ એવો સમય હતો જ્યારે મહિલાઓના જે પુરૂષો સાથે લગ્ન થતા હતા અને પુરૂષો જ્યારે લગ્નથી ખુશ નહોતા થતા ત્યારે તે તેમને છૂટાછેડા આપતા હતા. આવી પરિસ્થિતિઓમાં, આ મંદિર આ સ્ત્રીઓ માટે આશ્રયસ્થાન બની ગયું. આ મંદિરમાં થોડા સમય માટે રહ્યા પછી, સ્ત્રીઓને તેમના લગ્ન સમાપ્ત કરવાની મંજૂરી આપવામાં આવી હતી.