મંગળવાર, 9 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 8 ડિસેમ્બર 2025 (16:10 IST)

900 વર્ષ જૂના શિવ મંદિરને લઈને થાઈલેંડ-કંબોડિયા વચ્ચે કેમ છેડાયુ યુદ્ધ ?

Preah Vihear Temple
થાઈલેંડ અને કંબોડિયા વચ્ચે એકવાર ફરી ઝડપ થઈ છે. થાઈલેન્ડે કંબોડિયાની સીમા પાસે એયર સ્ટ્રાઈક કરી. જો કે થાઈલેન્ડનો દાવો છે કે આ પહેલા કંબોડિયાએ સોમવારે સવારે 3 વાગે થાઈ સીમાને નિશાન બનાવવુ શરૂ કર્યુ અને તેમા એક થાઈ સૈનિકનુ મોત પણ થયુ  હતુ અને બે અન્ય ઘાયલ થયા હતા.  જો કે બન્ને વચ્ચે ઓક્ટોબરમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે યુદ્ધવિરામ કરાવ્યુ હતુ.  પરંતુ હવે બંન એકબીજા પર યુદ્ધ વિરામ તોડવાનો આરોપ લગાવી રહ્યા છે.  
 
આ દરમિયાન ચાલો જાણીએ કે છેવટે બંને દેશો વચ્ચે શુ વિવાદ છે. થાઈલેંડ અને કંબોડિયા વચ્ચે સીમાને લઈને વિવાદ છે. સાથે જ એક 900 વર્ષ જૂના શિવા મંદિરને લઈને પણ બંને દેશ એક બીજા સાથે ટકરાય છે. ડાંગરેક પર્વતોની ચોટી પર આવેલ પ્રાચીન પ્રેહ વિહિયર મંદિર ફક્ત એક ધાર્મિક સ્થળ નથી આ હવે  થાઈલેંડ અને કંબોડિયા વચ્ચે દાયકા જૂના સીમા વિવાદનુ કેન્દ્ર બની ગયુ છે.  
 
50 નાગરિકોના થયા મોત 
11 મી સદીનું આ સુંદર હિન્દુ મંદિર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ હોઈ શકે છે, પરંતુ તેની આસપાસની જમીન વારંવાર લશ્કરી અથડામણો, હજારો લોકોને વિસ્થાપિત કર્યા અને આ મામલો આંતરરાષ્ટ્રીય અદાલતોમાં લઈ ગઈ છે. તાજેતરના મહિનાઓમાં, થાઈ પક્ષે 100 થી વધુ કંબોડિયન સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો કર્યો હતો. દરમિયાન, કંબોડિયાએ અહેવાલ આપ્યો હતો કે ૨૧ સૈનિકો માર્યા ગયા, ૫૦ નાગરિકો ઘાયલ થયા અને 300,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા.
 
મંદિર પર વિવાદ શા માટે છે?
આ વિવાદનું મૂળ 1907 માં શરૂ થયું હતું, જ્યારે ફ્રેન્ચ શાસન દરમિયાન, ફ્રાન્સે એક નકશો બનાવ્યો હતો જેમાં પ્રેહ વિહાર મંદિરને કંબોડિયન પ્રદેશમાં મૂકવામાં આવ્યું હતું. તે સમયે થાઈલેન્ડે આ નકશા સામે વાંધો ઉઠાવ્યો ન હતો - પરંતુ દાયકાઓ પછી, આ નિર્ણય બંને દેશો માટે સમસ્યા બની ગયો.
 
થાઈલેન્ડ હવે દલીલ કરે છે કે 1907 નો ફ્રેન્ચ નકશો 1904 ની સંધિને અવગણે છે જેમાં કહેવામાં આવ્યું હતું કે સરહદ ડાંગ્રેક પર્વતોની કુદરતી જળ રેખા અનુસાર દોરવી જોઈએ. થાઈ અધિકારીઓના મતે, જો જળરેખાને ધ્યાનમાં લેવામાં આવે તો, મંદિર થાઈલેન્ડના પ્રદેશમાં આવે છે. બંને દેશો હવે મંદિરને તેમની સરહદોમાં માને છે.
 
ICJ એ કંબોડિયાના પક્ષમાં ચુકાદો આપ્યો
1962માં, આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત (ICJ) એ કંબોડિયાના પક્ષમાં ચુકાદો આપ્યો, મંદિર પર તેની સાર્વભૌમત્વને માન્યતા આપી. થાઈલેન્ડને તેના સૈનિકો પાછા ખેંચવાનો અને સ્થળ પરથી લેવામાં આવેલી કોઈપણ કલાકૃતિઓ પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો. આ નિર્ણયથી થાઈલેન્ડમાં વ્યાપક આક્રોશ ફેલાયો હતો અને ત્યારથી બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવનું કારણ રહ્યું છે.
 
પણ કોર્ટેના નિર્ણયે એક મોટો મુદ્દો વણઉકેલ્યો છોડી દીધો કે મંદિરની આસપાસના 4.6 વર્ગ કિલોમીટર ક્ષેત્રનો માલિક કોણ છે ? 
 ૨૦૦૮માં ફરી વિવાદ ભડક્યો
૨૦૦૮માં કંબોડિયાએ પ્રેહ વિહાર મંદિરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે નોંધણી કરાવતાં વિવાદ ફરી ભડક્યો. થાઇલેન્ડે આ પગલાનો સખત વિરોધ કર્યો, કારણ કે તેને ડર હતો કે તેનાથી મંદિરની આસપાસના વિસ્તાર પર કંબોડિયન નિયંત્રણ કાયદેસર બનશે.
 
૨૦૦૮ થી ૨૦૧૧ દરમિયાન થાઇ અને કંબોડિયન સૈનિકો વચ્ચે ઘણી હિંસક અથડામણો થઈ. લડાઈમાં મોર્ટાર અને રોકેટનો ઉપયોગ થયો, જેમાં ઓછામાં ઓછા ૨૦ લોકો માર્યા ગયા અને હજારો લોકો વિસ્થાપિત થયા.
 
આ સંઘર્ષ બાદ, કંબોડિયાએ ૨૦૧૧માં ફરીથી આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત (ICJ)નો સંપર્ક કર્યો, જેમાં ૧૯૬૨ના ચુકાદાનું સ્પષ્ટ અર્થઘટન માંગવામાં આવ્યું. ૨૦૧૩માં, ICJએ પુષ્ટિ આપી કે મંદિર કંબોડિયાનું છે અને થાઇલેન્ડને આ વિસ્તારમાંથી તેના દળો પાછા ખેંચવાનો આદેશ આપ્યો. કોર્ટે એ પણ જાહેર કર્યું કે મંદિરની આસપાસનો વિસ્તાર પણ કંબોડિયન સાર્વભૌમત્વ હેઠળ આવે છે. જો કે, થાઇલેન્ડે ભવિષ્યના વિવાદોમાં ICJના વધુ હસ્તક્ષેપને નકારી કાઢ્યો અને કહ્યું કે અન્ય તમામ સરહદી મુદ્દાઓ દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા ઉકેલવામાં આવશે.
 
બંને માટે મંદિર કેમ મહત્વપૂર્ણ છે
કંબોડિયા માટે, પ્રેહ વિહાર મંદિર ખ્મેર વારસો અને સાંસ્કૃતિક ગૌરવનું પ્રતીક છે. તે દેશના ઇતિહાસમાં સૌથી આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ માળખાઓમાંનું એક માનવામાં આવે છે, જે તેની પ્રાચીન સભ્યતાનો પુરાવો છે.
 
થાઇલેન્ડ માટે, આ વિવાદ ફક્ત જમીન વિવાદ નથી. રાષ્ટ્રવાદી જૂથો આ વિસ્તારને હડપ કરાયેલો પ્રદેશ માને છે.
 
પીએમ ની ખુરશી પણ ગઈ 
થાઇલેન્ડ-કંબોડિયા સરહદ વિવાદ એ હદ સુધી વધી ગયો છે કે થાઇલેન્ડના વડા પ્રધાનની ખુરશી પણ ગઈ. ગયા મહિને થાઇલેન્ડ-કંબોડિયા સરહદ પરના વિવાદ દરમિયાન, થાઇ વડા પ્રધાન પટોંગટાર્ન શિનાવાત્રા અને ભૂતપૂર્વ કંબોડિયા વડા પ્રધાન હુન સેન વચ્ચે 17 મિનિટનો ફોન કોલ લીક થયો હતો. લીક થયેલા કોલમાં, પટોંગટાર્ને હુન સેનને "અંકલ" તરીકે ઓળખાવ્યા હતા અને કેટલાક થાઇ લશ્કરી કમાન્ડરોને આક્રમક ગણાવ્યા હતા.
 
થાઇલેન્ડમાં આની તીખી પ્રતિક્રિયા થઈ. આનાથી વ્યાપક વિરોધ થયો અને લશ્કરી અને રાજાશાહી તરફી જૂથો ગુસ્સે થયા. સૌથી મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે સરકારના સૌથી મોટા સાથી પક્ષ ભૂમજૈથાઈ પાર્ટીએ ગઠબંધનમાંથી બહાર થઈ, જેના કારણે સરકાર લઘુમતીમાં આવી ગઈ. સૈન્યએ પણ આને રાષ્ટ્રીય સન્માનનું અપમાન માન્યું, જેનાથી રાજકીય દબાણ વધુ વધ્યું. પરિણામે, 29 ઓગસ્ટના રોજ, પૈતોગતાર્ન  ને પદ પરથી હટાવી દેવામાં આવ્યા.