સંબંધિત સમાચાર
- Hanuman Jayanti 2024 - હનુમાનજીને પ્રસન્ન કરવા કોઈ પૂજા પાઠ નહી માત્ર બે શબ્દોથી જ પ્રસન્ન થશે
- Shukra Gochar 2023: હનુમાન જયંતિના શુભ દિવસથી મીન સહિત આ 5 રાશિઓ માટે શુભ દિવસો શરૂ, શુક્રનું ગોચર કરશે પૈસાનો વરસાદ
- હનુમાન જયંતિ પર બની રહ્યો છે ગુરુ-શુક્રનો મહાલક્ષ્મી યોગ, જરૂર કરો આ 6 ઉપાય, ચમકી જશે નસીબ
- Hanuman Jayanti - હનુમાનજીના 11 દિવ્ય મંત્ર, જપશો તો થશે ચમત્કાર
- Happy Hanuman Jayanti Wishes 2023: હનુમાન જયંતિ પર તમારા પ્રિયજનોને મોકલો આ ખાસ શુભેચ્છાઓ, જુઓ બજરંગબલીનો ભક્તિ સંદેશ
Hanuman Jayanti 2024 : હનુમાન જયંતિના દિવસે ભૂલીને પણ ન કરો આ કામ, નહીં તો પવનપુત્ર થઈ જશે નારાજ
Hanuman Jayanti 2024 : હનુમાન જયંતિનો પવિત્ર તહેવાર આ વખતે 23 એપ્રિલ 2024 ,મંગળવારે છે. મંગળવારે આવતી હનુમાન જયંતિને કારણે આ દિવસનું મહત્વ વધી રહ્યું છે. શનિવાર અને મંગળવાર હનુમાનજીને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જ હનુમાનજીનો જન્મ થયો હતો. હનુમાન જન્મજયંતિના દિવસે વિધિ વિધાનથી બજરંગબલીની પૂજા કરવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાન ખૂબ જ દયાળુ અને ખૂબ જ જલ્દી પ્રસન્ન થતા હોવાને કારણે તેમની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. હનુમાનજીની પૂજા કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે પૂજા દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન નહીં રાખો તો તમારી પૂજા સફળ નહીં થાય. તો આવો જાણીએ બજરંગબલીની પૂજા દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
હનુમાન જયંતિ પર ભૂલથી પણ ન કરશો આ કામ
ચરણામૃતનો ઉપયોગ ન કરવો - હનુમાનજીની પૂજા કરતી વખતે ચરણામૃતનો ઉપયોગ ન કરવો જોઈએ. તેથી પૂજા સમયે આવું કરવાથી બચો.
મીઠાઈનું સેવન ન કરો - પવનપુત્રની પૂજા કરતા ભક્તોએ તે દિવસે મીઠાઈનું સેવન ન કરવું જોઈએ. એ પણ ધ્યાનમાં રાખો તમે દાનમાં મીઠાઈ આપી શકો છો પણ એ દિવસે પોતે મીઠાઈનું સેવન ન કરો.
સુતક કાળમાં પૂજા કરવી છે વર્જિત
જ્યારે સુતક હોય ત્યારે હનુમાનજીની પૂજા વર્જિત માનવામાં આવે છે. પરિવારમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે સુતક માનવામાં આવે છે.આ દિવસોમાં હનુમાન જીની પૂજા ન કરવી જોઈએ
કાળા કપડાં ન પહેરો
આ દિવસે હનુમાનજીની પૂજા કરતી વખતે કાળા અને સફેદ કપડા ન પહેરવા. બજરંગબલીની પૂજામાં લાલ અને પીળા વસ્ત્રો પહેરવા શુભ હોય છે.
તૂટેલી મૂર્તિનો ઉપયોગ કરશો નહીં
હનુમાન જયંતિ પર તૂટેલી અને ખંડિત મૂર્તિઓની પૂજા ન કરવી. આમ કરવાથી બજરંગબલી ગુસ્સે થઈ શકે છે. જો હનુમાનજીની કોઈ તસવીર ફાટી જાય તો તેને તરત જ હટાવી દો.
કશુ ખાઈને પૂજા ન કરો
કોઈપણ પૂજા કરતા પહેલા હાથ-પગ સાફ કરવા જોઈએ અને કંઈપણ ખાવું જોઈએ નહીં. હનુમાનજીની પૂજા કરતી વખતે, તમારા મોંઢુ સાફ કરીને અને કોગળા કરીને પૂજાની શરૂઆત કરો. એઠા મોઢે પૂજા કરવાથી અશુભ ફળ મળશે. આ ઉપરાંત હનુમાન જયંતિ પર ભૂલથી પણ માંસ-મદિરાનુ સેવન ન કરો.
બપોરે પૂજા ન કરવી
હનુમાનજીની પૂજા માટે સવાર અને સાંજ શ્રેષ્ઠ સમય છે. શાસ્ત્રો અનુસાર સાંજના 7 વાગ્યાનો સમય હનુમાનજીની પૂજા માટે સૌથી શુભ સમય છે. દિવસ દરમિયાન સૂવાનું ટાળો. જો શક્ય હોય તો હનુમાન ચાલીસાનો પાઠ કરો.
બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ
હનુમાનજીની પૂજા કરતી વખતે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ. બાળ બ્રહ્મચારી હોવાને કારણે હનુમાનજી સ્ત્રીઓના સ્પર્શથી દૂર રહેતા હતા. ધાર્મિક ગ્રંથોમાં મહિલાઓને હનુમાનજીને સ્પર્શ કરવાની મનાઈ છે.
મહાબલી હનુમાનનો અવતાર શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે એટલે કે રામ નવમીના બરાબર છ દિવસ પછી થયો હતો. આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હનુમાન જયંતિના દિવસે બજરંગબલીની પૂજા કરવાથી તમામ અવરોધોનો અંત આવે છે.
હનુમાન જયંતિ 2022 પૂજા અને શુભ મુહૂર્ત
હનુમાન જયંતિ શનિવાર, 16 એપ્રિલ, 2022
પૂર્ણિમા તિથિ - 16મી એપ્રિલ, 2022 બપોરે 2:25 વાગ્યે શરૂ
પૂર્ણિમા તિથિ સમાપ્ત - 17 એપ્રિલ, 2022 સવારે 12:24 વાગ્યે
હનુમાન જયંતિના દિવસે સવારે 5.55 થી 8.40 સુધી રવિ યોગ રહેશે.
હનુમાન જયંતિનું મહત્વ
ધાર્મિક માન્યતાઓ અનુસાર, હનુમાન જયંતિના દિવસે, હનુમાનજીની પૂજા નિયમ પ્રમાણે કરવામાં આવે છે. નિયમ પ્રમાણે તેમની પૂજા કરવાથી ઇચ્છિત ફળ મળે છે. પૂજા કરતી વખતે ધ્યાન રાખો કે રામ દરબારની પૂજા કરવી જોઈએ. હનુમાનજી રામના ભક્ત છે તેથી હનુમાનજીની પૂજા રામની પૂજા વિના અધૂરી માનવામાં આવે છે.