ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By મોનિકા સાહૂ|

ઘરમાં બજાર જેવું દહીં જમાવવાની ટીપ્સ

પ્રાચીન સમયથી જ લોકો ઘરે દહીં જમાવે છે.  ક્યારે ક્યારે અમે ઘરે દહીં જમાવીએ તો છીએ પણ એ બજાર જેવું જમાતું નહીં તો આજે અમે તમને બજાર દેવું દહીં જમાવવા માટે કેટલીક ટીપ્સ જણાવી રહ્યા છે. 
સર્વપ્રથમ દૂધને ઉકાળો અને ઠંડુ થવા દો. જ્યારે દૂધ થોડુ  ઓછુ  ગરમ થાય ત્યારે તેમાં દહીંનુ જામણ નાખી સારી રીતે મિક્સ કરો.ત્યારબાદ તેને ઢાંકીને 3-4 કલાક જામવા માટે મુકી દો. જો કે દહીં જામી ગયા પછી તેને એક કલાક માટે ફ્રિજમાં મુકી દો જેનાથી તે થોડુ સખત થઈ જાય.
 
ધ્યાન રાખો આ વાતો 
* ઘટ્ટ દહીં જમાવવા માટે ફુલક્રીમ દૂધનો ઉપયોગ કરો.
* દહીંને એલ્યુમિનિયમના વાસણમાં જ જમાવો તેના બે ફાયદા છે એક તો એ કડવું નહી લાગે બીજો એ સરસ જામે છે. 
* ખૂબ જ ગરમ દૂધમાં દહીં મિક્સ ન કરવા. આવું કરવાથી દહીં પાણી છોડી નાખશે. 
* દહીં જમાવત સમયે દૂધ બહુ ઠંડુ કે ખૂબ ગરમ પણ ન હોવું જોઈએ. 
* જો શક્ય હોય તો માટી કે ચીની માટીના વાસણમાં દહીં જમાવવું.