મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. નવરાત્રી ઉત્સવ
  3. નવરાત્રી આલેખ
Written By
Last Modified: મંગળવાર, 1 ઑક્ટોબર 2019 (13:14 IST)

નવરાત્રિમાં જરૂર કરી લો આ ઉપાય, અધૂરી ઈચ્છા થશે પૂરી

શારદીય નવરાત્રીમાં મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. આ સાથે જ દેવી માતને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાય પણ કરવામાં આવે છે. નવરાત્રીમાં મા દુર્ગાની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે.  અનેક લોકો વ્રત પણ કરે છે. જો તમે નવરાત્રીમાં દેવીને પ્રસન્ન કરવા માંગો છો તો   નવરાત્રીના દિવસોમાં પાનના પત્તાના 10 સટીક સરળ અને અચૂક ઉપય જરૂર કરો  .. આવો જાણીએ આ સરળ ઉપાય જે તમારી દરેક મનોકામના પૂરી કરશે.. 
 
 
1. નવરાત્રીમાં મંગળવારના દિવસે હનુમનાજી સામે પાનના પત્તા પર સિંદૂરથી શ્રી રામ લખીને તેમને અર્પિત કરો.  અર્પિત કરતી વખતે એક વાતનુ ધ્યાન રાખો કે હનુમનાજીના ચરણમાં ન મુકશો. આ ઉપાય તમારા કાર્યોમાં આવી રહેલ બધી અડચણો દૂર કરી દેશે અને તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે. 
 
2. ગૃહ ક્લેશ થઈ રહ્યો હોય કે કોઈ પરેશાની ઘરમાં હોય તો નવરાત્રીમાં નવ દિવસ સુધી સતત પાનના પત્તા પર  કેસર મુકીને દુર્ગા સ્ત્રોત અને દુર્ગાજીની નામાવલીનો પાઠ કરો. ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થવા માંડશે. 
 
3. નવરાત્રિમાં સવારે બ્રહ્મ મુહુર્તમાં 4 થી 6 વાગ્યા વચ્ચે મા ભુવનેશ્વરી અને સૌભાગ્યસુંદરીનુ ધ્યાન કરો અને પાનના પત્તાની જડને ઘસીને તેનુ તિલક કરો. આ ઉપાય કરવાથી તમારી વાણી અને સુંદરતામાં વૃદ્ધિ થશે અને આકર્ષણ શક્તિમાં વધારો થશે. 
 
 
4. નવરાત્રીની શરૂઆત 5 દિવસોમાં 1 પાનના પત્તા પર હ્મીં લખીને માં દુર્ગાને અર્પિત કરો.  ત્યાબાદ મહાનવમી પછી આ 5 પાનના પત્તાને તમારા પૈસા મુકવાના સ્થાન પર મુકી દો. આ ઉપાયને કરવાથી દરિદ્રતા અને ઘોર આર્થિક તંગીથી છુટકારો મળશે. 
 
 
5. ધન સંબંધિત કોઈપણ પરેશાનીઓ આવી રહી હોય  તો નવરાત્રિમાં એક પાનના પત્તા પર ગુલાબની પંખડીયો મુકીને મા દુર્ગાને અર્પિત કરો. તેનાથી ધનના આગમનમાં સરળતા આવશે. 
 
 
6. નવરાત્રીના મંગળવારના દિવસે એક આખુ પાન લઈને તેમા લવિંગ અને ઈલાયચી મુકો. તેનુ બીડુ બનાવી લો. હનુમાન મંદિરમાં જઈને આ બીડુ અર્પિત કરી દો.  કર્જની સમસ્યાથી છુટકારો મેળવવાનો આ અચૂક ઉપય છે. 
 
7. અનેક વર્ષોથી જો તમારી કોઈ ઈચ્છા અધૂરી છે અને તમે તેને પૂરી કરવા માંગો છો તો આ ઉપાય તમારે માટે કારગર સાબિત થશે. પાનના પત્તા પર બે લવિંગ મુકીને બંને હાથથી જળમાં પ્રવાહિત કરો. જેટલી પણ જૂની ઈચ્છા હશે તે જલ્દી પૂરી થઈ જશે. 
 
8. નોકરીમાં પ્રમોશન કે પછી વેપારમાં વધારો કરવામાં સમસ્યા આવી રહી છે તો નવરાત્રીમાં પાનના પત્તા પર બંને બાજુ સરસવનુ તેલ લગાવો અને તેને મા દુર્ગાને અર્પિત કરો. ત્યારબાદ પાનના પત્તાને તમારા માથા પાસે મુકીને સૂઈ જાવ.  બીજા દિવસે સવારે ઉઠીને પાનના પત્તાને કોઈ દુર્ગા મંદિરની પાછળ મુકી આવો.  બધા અવરોધ દૂર થશે અને કાર્યમાં પ્રગતિ આવશે. 
 
9. વેપારમાં સફળતા મેળવવા માટે નવરાત્રીમાં નવ દિવસ સુધી એક જ સમયે પાનનુ બીડુ મા દુર્ગાના મંદિરમાં જઈને ચઢાવો.  તમારા વેપારમાં જરૂર લાભ થશે. ધ્યાન રાખો કે રોજ એક ચોક્કસ સમય પર જ જાવ નહી તો લાભ નહી થાય