9 દિવસ જરૂર કરો દુર્ગા સપ્તશતીનો પાઠ, પણ આ વાતોનુ રાખો વિશેષ ધ્યાન
આપ સૌ નવરાત્રીના વ્રત સાથે જ માતાની પૂજા આરાધના પણ કરતા જ હશો. નવરાત્રીમાં ઉપવાસ સાથે જ મા દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન દરેક જગ્યાએ વાતાવરણ ભક્તિમય બની જાય છે.. દરેક લોકો પોત પોતાની રીતે માતાને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે.
એવુ કહેવાય છે કે નવરાત્રીમાં દુર્ગા શપ્તશતીનો પાઠ કરવાથી વ્યક્તિની બધી મનોકામનાઓ પૂરી થાય છે. માતાનો આશીર્વાદ પણ મળે છે. પણ જો તમે દુર્ગા સપ્તશતિનો પાઠ કરો છો તો તેમા તમને કેટલાક વિશેષ નિયમોનુ પાલન જરૂર કરવુ જોઈએ. આવો જાણીએ કંઈ વાતોનુ ધ્યાન રાખશો..
નવરાત્રીમાં જો તમે તમારા ઘરમાં કળશ સ્થાપના કરી છે તો તમે સૌ પહેલા ગણેશ પૂજા કરો અને કળશ પૂજા કરો ત્યારબાદ દુર્ગા પૂજા કરો. દુર્ગા પૂજા કર્યા પછી દીવો લગાવીને દુગા સપ્તશતીનો પાઠ કરો.
1. દુર્ગા સપ્તશતીનો પાઠ કરવાનો પ્રથમ નિયમ છે કે હંમેશા પુસ્તક લાલ કપડામાં મુકો અને તેના પર ચોખા અને ફુલ અર્પિત કરીને જ પાઠ શરૂ કરો.
2. એવુ કહેવાય છે કે દુર્ગા સપ્ટશતીનો દરેક મંત્ર, બ્રહ્મા, વશિષ્ઠ અને વિશ્વામિત્રજી દ્વારા શાપિત કરવામાં આવ્યો છે. . તેથી જ્યરે પણ દુર્ગા સપ્ટશતીનો પાઠ કરો તેમા પહેલા તેનો શાપોદ્વાર કરો
3. આ ઉપરાંત દુર્ગા સપ્તશતીનો પાઠ કરતા પહેલા અને પછી નિર્વાણ મંત્રોનો પાઠ જરૂર કરવો જોઈએ. નર્વાણ મંત્ર છે ઓં એં હ્રીં ક્લીં ચામુળ્ડાયે વિચ્ચે..
4. નવરાત્રિમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરતી વખતે શબ્દોનો હેર ફેર ન કરો. જો સંસ્કૃત ભાષામાં મુશ્કેલી થતી હોય તો તેને તમારી ભાષામાં પણ કરી શકાય છે. આજકાલ દરેક ધર્મ વિશેની માહિતી દરેક ભાષામાં સહેલાઈથી ઓનલાઈન મળી જાય છે.
5. દુર્ગા સપ્તશતીનો પાઠ કરતી વખતે મંત્રોનુ ઉચ્ચારણ યોગ્ય હોવુ જોઈએ. તેથી મનને શાંત અને સ્થિર રાખો
6. અને છેવટે માતા દુર્ગાને પોતાની ભૂલચૂક માટે ક્ષમા પ્રાર્થના જરૂર કરો..