શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. ગાંધી જયંતિ વિશેષ
Written By
Last Updated : સોમવાર, 30 સપ્ટેમ્બર 2019 (17:20 IST)

પરમાત્માનો કોઈ ધર્મ નથી. - ધર્મ પર મહાત્મા ગાંધીના 10 વિચાર

1. એ રીતે જીવો કે તમે કાલે મરવાના છો અને એવુ સીખો જેવુ કે તમે હંમેશા જીવવાના છો. 
 
2. પરમાત્માનો કોઈ ધર્મ નથી. 
 
3. હુ તેને ધાર્મિક કહુ છુ જે બીજાના દર્દને સમજે છે. 
 
4. શુ ધર્મ કપડા જેવી સરળ વસ્તુ છે,  જેને એક મનુષ્ય પોતાની ઈચ્છા મુજબ બદલી શકે છે ? ધર્મ એવી આસ્થા છે જેને માટે લોકો આખુ જીવન જીવે છે. 
 
5. મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારો ભગવાન છે. અહિંસા તેને સાકાર કરવાનુ સાધન છે. 
 
6. ધર્મ જીવનની તુલનામાં વધુ છે. યાદ રાખો કે મનુષ્યનો પોતાનો ધર્મ જ પરમ સત્ય છે. દરેક મનુષ્ય માટે ભલે દાર્શનિક માન્યતાઓના માપમાં કોઈ નીચલા 
 
સ્તર પર હોય. 
 
7. જેઓ એવુ કહે છે કે ધર્મની રાજનીતિ સાથે કોઈ લેવડ દેવડ નથી, તેઓ એ નથી જાણતા કે ધર્મ શુ છે. 
 
8. બધા સિદ્ધાંતોને બધા ધર્મોન આ તાર્કિક યુગમાં તર્કની અગ્નિપરીક્ષામાંથી પસાદ થવુ પડશે અને સાર્વભૌમિક સ્વીકૃતિ પ્રાપ્ત કરવી પડશે. 
 
9. કોઈનો ધર્મ છેવટે તેના અને તેને બનાવનારા વચ્ચેનો મામલો છે, કોઈ  અન્યનો નહી.  
 
10. એક ધર્મ જે વ્યવ્હારિક મામલા પર ધ્યાન નથી આપતુ અને તેને હલ કરવામાં કોઈ મદદ નથી કરતુ  તો તે ધર્મ નથી.