બુધવાર, 29 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 30 સપ્ટેમ્બર 2019 (12:11 IST)

વિદ્યાર્થીઓ દ્વારા મહાત્મા ગાંધીજીને અનોખી સ્મરણાંજલિ, ૧.૫ કરોડ રોપાઓનું કર્યું વૃક્ષારોપણ

સમગ્ર રાજ્યમાં જ્યારે પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર વતાવરણમાં થઈ છે ત્યારે, શિક્ષણ વિભાગ દ્વારા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણના અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યની ૫૧,૧૪૧ સરકારી અનુદાનિત અને સ્વનિર્ભર, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા ૧,૧૬,૬૬,૪૩૭ વિદ્યાર્થીઓ દ્વારા ૧.૫ કરોડ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. આ રીતે રાજ્યના વિદ્યાર્થીઓએ પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની અનોખી ઉજવણી કરીને તેમને સ્મરણાંજલિ અર્પી છે.

બીજી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી વર્ષની ઉજવણીની પૂર્ણાહુતિ થઈ રહી છે ત્યારે, રાજ્યની શાળાઓમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ સંપન્ન થઈ ચૂક્યો છે.
 
અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્યના ગામોમાં શાળાઓ કે શાળાની આસપાસન જ્યાં વૃક્ષારોપણનો અવકાશ હોય તેવા વિસ્તારોમાં ૧૫ જુનથી વિદ્યાર્થિઓ  દ્વારા વૃક્ષારોપણના  કાર્યક્રમની શરુઆત કરી દેવાઇ હતી જે હવે પૂર્ણ થઇ છે.
   
વિદ્યાર્થિઓ  દ્વારા જે-તે ગામની  શાળામાં કેટલાઅને ક્યાં વૃક્ષારોપણ કરાયું છે તેની વિગત પણ મળી રહે તેવી વ્યવસ્થા પણ શિક્ષણ વિભાગે કરી છે. આ વ્ય્વસ્થા અંતર્ગતત  શિક્ષણ વિભાગ દ્વારા એક-બાળ એક ઝાડ શાળા વનીકરણ એપ બનાવવામાં આવી છે. આ એપમાં જે તે શાળા અથવા તો ગામમાં જ્યાં પણ વૃક્ષારોપણનો અવકાશ હતો તેવા વિસ્તારોમાં દરેક રોપાની એન્ટ્રી કરવામાં આવી છે ઉપરાંત કયા પ્રકારના કુલ કેટલા વૃક્ષો વાવવામાં આવ્યા અને કઈ શાળા દ્વારા કુલ કેટલા વૃક્ષો વાવવામાં આવ્યા તેની પણ વિગતવાર માહિતી આપવામાં આવી છે.