મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે કાલુપુર રેલવે સ્ટેશન ખાતે યોજાયું પ્રદર્શન

gandhi jayanti
અમદાવાદ :| Last Modified સોમવાર, 16 સપ્ટેમ્બર 2019 (10:34 IST)

મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ સમગ્ર રાષ્ટ્રમાં ઉજવાઈ રહી છે તેના ભાગરૂપે કોન્ફેડરેશન ઓફ ઈન્ડીયન ઈન્ડસ્ટ્રીઝ (CII) અને યંગ ઈન્ડીયન્સ (Yi) દ્વારા ગાંધીજીની પ્રકૃતિ અને જીવન વિષયે પશ્ચિમ રેલવેના સહયોગથી કાલુપુર રેલવે સ્ટેશન પર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
gandhi jayanti
યંગ ઈન્ડીયન્સ હાલમાં ગાંધી વિચારના પ્રસાર માટે ડીજીટલ દાંડી યાત્રા ચલાવી રહી છે. આ યાત્રાનો પ્રારંભ તા.7 સપ્ટેમ્બરના રોજ પોરબંદરથી થઈ છે અને યંગ ઈન્ડીયન્સના તમામ ચેપ્ટર્સ ખાતેથી પસાર થઈને તેનું 2 ઓક્ટબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ પ્રસંગે દિલ્હીમાં રાજઘાટ ખાતે સમાપન થશે. ડીજીટલ દાંડી યાત્રા તા.11 થી 13 સપ્ટેમ્બર દરમ્યાન અમદાવાદનાં ઘણાં સ્થળોની મુલાકાત લીધી હતી અને વિવિધ સમારંભોની સાક્ષી બની હતી.
gandhi jayanti
તા.13 સપ્ટેમ્બરના રોજ યંગ ઈન્ડીયન, અમદાવાદના કો-ચેર વિરલ શાહ દાંડીને કાલુપુર રેલવે સ્ટેશને લઈ ગયા હતા અને પ્રતિકાત્મક રીતે અમદાવાદના ડીઆરએમ- દીપક કે આર જ્હાને દાંડી સુપરત કરી હતી. આ સમારંભ પછી સ્ટેશનના સંકુલમાં પ્રદર્શન યોજાયું હતું. ડીજીટલ દાંડી હવે પછી ઈંદોર જશે.


આ પણ વાંચો :