સંબંધિત સમાચાર
- અમદાવાદમાં વધુ એક આત્મહત્યા, મહિલાએ ત્રીજા માળેથી લગાવી છલાંગ
- ગાઝા પીડિતો હોવાનો દાવો કરીને ભંડોળ એકત્ર કરતી સીરિયન ગેંગનો પર્દાફાશ, અમદાવાદમાં મોટો ખુલાસો
- અર્ચના કેસમાં મોટો ખુલાસો: કોન્સ્ટેબલના રૂમમાંથી વાંધાજનક સામગ્રી મળી, પોલીસ પણ આશ્ચર્યચકિત!
- ભાજપનું 'માસ્ટર પ્લાનિંગ': છેલ્લી ઘડીએ ઉમેદવારોની યાદી જાહેર, 23 મુસ્લિમ ચહેરાઓને ટિકિટ આપીને અજમાવ્યુ સોશિયલ કાર્ડ
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપે વડોદરા જિલ્લાની તમામ 34 બેઠકો પર મૂરતિયા કર્યા ફાઈનલ, IPS મનોજ નિનામાને પણ મળી ટિકિટ
ચાંદખેડા બાળકીઓના કેસમાં મોટો ઘટસ્ફોટ: માતાની ડાયરી અને વિરોધાભાસી નિવેદનોથી પરિવારને શંકાના દાયરામાં
ahmedabad crime branch
પરિવારની શંકાસ્પદ ભૂમિકા અને તપાસની શરૂઆત અમદાવાદના ચાંદખેડામાં બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોત બાદ હવે પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ તેજ કરી છે. તપાસમાં મૃતક બાળકીના માતા-પિતા અને દાદા-દાદીના નિવેદનોમાં ભારે વિરોધાભાસ જોવા મળ્યો છે. ચારેય સભ્યોના નિવેદનો અલગ-અલગ હોવાથી પોલીસને શંકા છે કે આ ઘટના પાછળ પરિવારના જ કોઈ સભ્યોની સંડોવણી હોઈ શકે છે.
પુત્ર પ્રાપ્તિની ઘેલછા અને ડાયરીનો વળાંક
પોલીસ તપાસ દરમિયાન માતા ભાવના પ્રજાપતિની એક ડાયરી મળી આવી છે, જે આ કેસમાં મહત્વનો વળાંક સાબિત થઈ શકે છે. આ ડાયરીમાં પુત્ર પ્રાપ્તિ માટેની બાધાઓ અને ધાર્મિક વિધિઓ વિશે લખાણ મળ્યું છે. આ લખાણ નાની દીકરી રાહાના જન્મ પહેલાંનું હોવાનું જણાયું છે, જેના કારણે પોલીસ હવે 'પુત્ર પ્રાપ્તિના મોહ'માં બાળકીઓની હત્યા થઈ હોવાની દિશામાં પણ તપાસ કરી રહી છે.
ફૂડ પોઈઝનિંગ કે ષડયંત્ર?
આ ઘટનાની શરૂઆત 6 એપ્રિલે થઈ હતી, જ્યારે પિતા વિમલભાઈ ડેરીમાંથી ઢોંસાનું ખીરું લાવ્યા હતા. પરિવારનો દાવો છે કે આ ખોરાક ખાધા બાદ ફૂડ પોઈઝનિંગને કારણે 4 વર્ષની મીશ્રી અને અઢી મહિનાની રાહાના મોત થયા હતા. જોકે, પોલીસ હવે ઢોંસાના ખીરાની ખરીદીથી લઈને બાળકીઓના મોત સુધીના તમામ ઘટનાક્રમની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
નિવેદનો અને ક્રાઈમ બ્રાન્ચની એન્ટ્રી
કેસની ગંભીરતા જોતા તપાસ હવે ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. અત્યાર સુધીમાં પરિવાર અને આસપાસના આશરે 30 થી 35 લોકોના નિવેદનો લેવામાં આવ્યા છે. બાળકીઓના માતા-પિતાને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેમની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે ઘટના ઘરની અંદર જ બની છે, તેથી ઘરના સભ્યોની ગતિવિધિઓ પર નજર રખાઈ રહી છે.
FSL અને પીએમ રિપોર્ટ પર નિર્ભરતા
હાલમાં પોલીસ 4 વર્ષની બાળકીના પીએમ રિપોર્ટ અને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ના અહેવાલની રાહ જોઈ રહી છે. આ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે બાળકીઓના મોત ખરેખર ઝેરી ખોરાકથી થયા છે કે પછી તેમને કોઈ અન્ય રીતે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. રિપોર્ટ બાદ જ આ રહસ્યમયી કેસ પરથી પડદો ઊંચકાશે.
