1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Local Body Election 2026 Vadodara BJP andidate list

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપે વડોદરા જિલ્લાની તમામ 34 બેઠકો પર મૂરતિયા કર્યા ફાઈનલ, IPS મનોજ નિનામાને પણ મળી ટિકિટ

Vadodara BJP Candidate list
Vadodara BJP Candidate list
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ બનાવી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને મળેલી પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક બાદ વડોદરા જિલ્લા પંચાયત, વિવિધ તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ માટે ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં પક્ષે અનુભવી અને નવા ચહેરાઓ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.

 

જિલ્લા અને તાલુકા પંચાયતનું ગણિત
 

જાહેર કરાયેલી યાદી મુજબ, વડોદરા જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતો માટે કુલ 168 ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે. પક્ષ દ્વારા પાયાના કાર્યકરોને પ્રાધાન્ય આપીને સ્થાનિક સ્તરે સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી આવનારી ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવી શકાય.
 

નગરપાલિકાઓ માટે બેઠકવાર ફાળવણી
 

વડોદરા જિલ્લાની મુખ્ય નગરપાલિકાઓમાં પણ ભાજપે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જેમાં ડભોઇ નગરપાલિકા માટે 32, પાદરા માટે 28, જ્યારે સાવલી અને વાઘોડિયા નગરપાલિકા માટે 24-24 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. ભાજપની આ પ્રથમ યાદીમાં સુરેન્દ્રનગર મનપા અને અરવલ્લી જિલ્લાના ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે, જે દર્શાવે છે કે પક્ષ ચૂંટણી જીતવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.
 

ભૂતપૂર્વ IPS મનોજ નિનામાને ટિકિટ
 

આ યાદીમાં સૌથી વધુ ચર્ચિત નામ ભૂતપૂર્વ IPS અધિકારી મનોજ નિનામાનું છે. તાજેતરમાં જ પોલીસ સેવામાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા નિનામાને પક્ષે અરવલ્લી જિલ્લા પંચાયતની ઓડ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે 42 વર્ષની સરકારી સેવા બાદ હવે તેઓ સમાજનું ઋણ ચૂકવવા માટે રાજકારણના માધ્યમથી લોકોની સેવા કરવા માંગે છે.
આગળનો લેખ
Share Market Today- સપ્તાહના છેલ્લા દિવસે બજારમાં તેજી; સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી ફરી 23,900 ને પાર