1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Cochlear Implant Schem

સરકારની મફત Speech Processor સહાયથી કોકલીયર ઈમ્પ્લાન્ટ બાળકોના જીવનમાં ગુંજ્યો આશાનો અવાજ

bhupendra patel
અમદાવાદની Science City ખાતે આજે એક ભાવુક અને પ્રેરણાદાયી ક્ષણ સર્જાઈ હતી, જ્યારે Bhupendra Patel એ ‘કોકલીયર ઈમ્પ્લાન્ટ એક્સ્ટર્નલ સ્પીચ પ્રોસેસર રિપ્લેસમેન્ટ પ્રોગ્રામ’ હેઠળ લાભાર્થી બાળકો સાથે આત્મીય મુલાકાત કરી હતી. સાંભળવાની ક્ષમતા ગુમાવનાર બાળકો હવે ફરી સાંભળી અને બોલી શકે છે, જેના કારણે તેમના જીવનમાં નવી આશાનો સંચાર થયો છે.

3.5 લાખના Speech Processor સરકાર આપી રહી છે વિનામૂલ્યે

 
ગુજરાત સરકાર દ્વારા જરૂરિયાતમંદ બાળકોને કોકલીયર ઈમ્પ્લાન્ટ સર્જરી માટે જરૂરી અને અત્યંત ખર્ચાળ ગણાતા આશરે 3.5 લાખ કિંમતના Speech Processor સંપૂર્ણ મફતમાં આપવામાં આવી રહ્યા છે. આ લોકકલ્યાણકારી યોજના દ્વારા અનેક બાળકોને નવી વાણી અને નવી જિંદગી મળી રહી છે.

 
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બાળકો સાથે હળવી વાતચીત કરી હતી અને તેમની પ્રગતિ જાણીને ખુશી વ્યક્ત કરી હતી. બાળકોના ચહેરા પર દેખાતી ખુશી અને આત્મવિશ્વાસે સમગ્ર વાતાવરણ ભાવુક બનાવી દીધું હતું.
 

Science Cityની Aquatic Galleryમાં બાળકો સાથે ખાસ મુલાકાત

 
આ પ્રસંગે મુખ્યમંત્રીએ બાળકો સાથે Aquatic Gallery ની મુલાકાત પણ લીધી હતી. રંગબેરંગી માછલીઓ અને જળચર સૃષ્ટિને જોઈ બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રીએ પણ બાળસહજ રીતે વાતો કરીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.
 
વાલીઓએ યોજનાને ગણાવી આશીર્વાદરૂપ
 
લાભાર્થી બાળકોના વાલીઓએ રાજ્ય સરકારની આ પહેલને આશીર્વાદ સમાન ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે મોંઘી સારવાર અને સાધનોના ખર્ચને કારણે સામાન્ય પરિવારો માટે આવી સારવાર શક્ય નહોતી, પરંતુ સરકારની સહાયથી તેમના સંતાનોનું જીવન બદલાઈ ગયું છે. વાલીઓએ રાજ્ય સરકાર તેમજ RBSK ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
 

અન્ય જરૂરિયાતમંદ બાળકો સુધી પણ પહોંચશે યોજના

 
મુખ્યમંત્રીએ સમાજમાં આવા વધુ જરૂરિયાતમંદ બાળકો સુધી આ યોજના પહોંચાડવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જો કોઈ બાળક સાંભળવાની સમસ્યાથી પીડિત હોય, તો તેને યોગ્ય માર્ગદર્શન અને સરકારની યોજનાનો લાભ મળવો જોઈએ.
 
આ પ્રસંગે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સેક્રેટરી પી. ભારતી તથા ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર ડૉ. રતનકંવર ગઢવી ચારણ પણ ઉપસ્થિત રહ્યા હતા.
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... બધા વાંચો