1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. banas bio cng plant news

LPG સંકટ વચ્ચે ગુજરાતનો માસ્ટરસ્ટ્રોક: બનાસ ડેરીના પ્લાન્ટમાં રોજ બને છે 1800 KG બાયોગેસ; 15 રાજ્યો અપનાવશે આ મોડેલ

banas bio cng plant
banas bio cng plant
- દરરોજ બને છે 1800 KG બાયોગેસ,
- LPG સંકટ વચ્ચે જાણો ગુજરાતના બનાસ BIO-CNG મૉડલની સ્ટોરી 
- ગુજરાતનું બનાસ બાયો-સીએનજી મોડેલ: ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતાનું નવું ઉદાહરણ
 
મિડલ ઈસ્ટના યુદ્ધ અને વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે ગુજરાતનું 'બનાસ બાયો-સીએનજી' મોડેલ સમગ્ર દેશ માટે આશાનું કિરણ બન્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના "વેસ્ટ ટુ વેલ્થ" અભિયાન હેઠળ બનાસ ડેરી દ્વારા વિકસાવવામાં આવેલ આ પ્રોજેક્ટ ગાયના છાણ જેવા પરંપરાગત કચરાને સ્વચ્છ ઇંધણ (Green Energy) માં રૂપાંતરિત કરી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ સફળ મોડેલને હવે દેશના અન્ય 15 રાજ્યોમાં પણ લાગુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે, જે ગ્રામીણ અર્થતંત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે.
 

રાજ્ય સરકારનું પ્રોત્સાહન અને 10  નવા પ્લાન્ટની યોજના
 

બાયો-સીએનજી ક્ષેત્રની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે બજેટમાં 60 કરોડ રૂપિયાની ખાસ જોગવાઈ કરી છે. આ આર્થિક સહાયનો મુખ્ય ઉદ્દેશ્ય સહકારી દૂધ ઉત્પાદક સંઘો દ્વારા રાજ્યમાં તબક્કાવાર રીતે 10 નવા બાયો-સીએનજી પ્લાન્ટ સ્થાપવાનો છે. બનાસકાંઠામાં છેલ્લા છ વર્ષથી કાર્યરત પ્લાન્ટની સફળતા બાદ, હવે ત્યાં અન્ય પાંચ મોટા પ્લાન્ટ પર કામ ચાલી રહ્યું છે, જેમાંથી બે કાર્યરત થઈ ગયા છે. આ પહેલથી ખેડૂતો, પર્યાવરણ અને ઉદ્યોગ એમ ત્રણેય પક્ષોને મોટો ફાયદો થશે.

 

પશુપાલકોની આવકમાં વધારો અને રોજગારીની તકો

 
આ પ્રોજેક્ટ માત્ર ઉર્જા જ નહીં, પણ ગ્રામીણ પરિવારો માટે આજીવિકાનું સાધન પણ બન્યો છે. પ્લાન્ટની 20-25  કિમીની ત્રિજ્યામાં આવતા આશરે 400-450 પશુપાલક પરિવારો પાસેથી 1 રૂપિયે કિલોના ભાવે છાણ ખરીદવામાં આવે છે, જે તેમને પૂરક આવક પૂરી પાડે છે. આ ઉપરાંત, છાણના પરિવહન માટે ૧૩ જેટલા ટ્રેક્ટર-ટ્રોલીનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી સ્થાનિક યુવાનોને રોજગારી મળી રહી છે. આમ, આ મોડેલ ઇકોલોજી અને ઇકોનોમીનો ઉત્તમ સમન્વય રજૂ કરે છે.
 

દૈનિક 1800  કિલો ગેસનું ઉત્પાદન અને પર્યાવરણ સુરક્ષા

 
બનાસકાંઠાનો આ આધુનિક પ્લાન્ટ દરરોજ આશરે 100 મેટ્રિક ટન છાણનું પ્રોસેસિંગ કરીને 1800  કિલોગ્રામ કોમ્પ્રેસ્ડ બાયોગેસ (CNG) ઉત્પન્ન કરે છે, જે બજારમાં 75  રૂપિયે કિલોના ભાવે વેચાય છે. ગેસની સાથે સાથે અહીંથી દરરોજ 25  મેટ્રિક ટન ઘન અને 75 મેટ્રિક ટન પ્રવાહી કાર્બનિક ખાતર પણ મળે છે. આ પ્રોજેક્ટ દ્વારા વાર્ષિક આશરે 6,750 ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે, જે ગુજરાતની ગ્રીન એનર્જી પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે.
ये भी पढ़ें
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં પોલીસ બેડામાં મોટો ફેરફાર: 518 PIની બદલી