સંબંધિત સમાચાર
- 'ક્યાર' બાદ ‘મહા’ વાવાઝોડું સક્રિય, ગુજરાતને કેટલું જોખમ?
- પાક વીમાના કોલ સેન્ટરોના ટોલ ફ્રી નંબરો પર ફોન ન લાગતા હોવાની ફરિયાદ
- ટ્રાફિક દંડ અંતર્ગત ગુજરાતમાં પોલીસને શું આદેશ આપવામાં આવ્યાં
- દિવાળી પૂરી થતાં વસૂલાત સામે આક્રોશ: મહિને 50,000માંથી 34,000 મેમા હેલમેટના!
- અમદાવાદના અમરાઇવાડીમાં ફોગિંગ મશીનમાં બ્લાસ્ટ થતા મહિલા દાઝી, અધિકારીઓ ફરાર
6 અને 7 નવેમ્બરે ગુજરાત પર ત્રાટકશે મહા વાવાઝોડું, હવામાન વિભાગની
ગુજરાત પર ‘વાયુ’ વાવાઝોડા બાદ ‘મહા’ વાવાઝોડાની આફત આગામી 6 અને 7 નવેમ્બરના રોજ આવશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, મહા વાવાઝોડું આગામી દિવસોમાં સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થશે. 6 અને 7 નવેમ્બર સૌરાષ્ટ્રના વેરાવળ અને કોડિનાર વચ્ચે 70થી 80 કિમી પ્રતિકલાકની ઝડપે ત્રાટકશે. મહા વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં બેથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દક્ષિણ ગુજરાતમાંના અનેક જિલ્લાઓમાં મહા વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળશે. હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, મહા વાવાઝોડું સિવિયર સાયક્લોન બની રહ્યું છે. 6થી 7 નવેમ્બર સુધી ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાની સંભાવના છે. 6 તારીખે સવારે 60થી 70 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. તેમજ 7 તારીખે પવનની ગતિ 70થી 80 કિમી પ્રતિકલાકે ઝડપ પવન ફૂંકાશે. આ દરમિયાન સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આ બે દિવસ દરમિયાન ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ અસર જોવા મળશે. અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે.
