શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 1 નવેમ્બર 2019 (14:38 IST)

ટ્રાફિક દંડ અંતર્ગત ગુજરાતમાં પોલીસને શું આદેશ આપવામાં આવ્યાં

આજથી રાજ્યમાં મોટર વ્હીકલ એક્ટનોનો નવો કાયદો લાગૂ થઈ રહ્યો છે. તેથી ટ્રાફિક પોલીસને પણ આ અંગે ચુસ્ત અને કડક વલણ આપનાવવા આદેશ આપવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદમાં આજથી અમલી થતા નવા ટ્રાફિક નિયમોનું પાલન લોકો યોગ્ય રીતે કરે તે માટે ટ્રાફિક પોલીસને આદેશ આપવામાં આવ્યા છે. શહેરમાં 1 અને 2 નવેમ્બરે ટ્રાફિક ડ્રાઇવ કરવા સૂચના અપાઈ છે. ઉપરાંત હેલ્મેટ અને સીટ બેલ્ટના વધુમાં વધુ કેસ નોંધવા સૂચના અપાઈ છે. આ સિવાય ડ્રાઈવનું સુપરવિઝન કરવા DCP, ACPને પણ આદેશ અપાયા છે. એવી માહિતી મળી છે કે નવા ટ્રાફિક નિયમોનું યોગ્ય અનુસરણ થયા તે માટે અમદાવાદ પોલીસને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. 1-2 નવેમ્બર દરમિયાન અમદાવાદ શહેરમાં ડ્રાઇવ કરવા સૂચના અપાઈ છે. ઉપરાંત હેલ્મેટ અને સીટ બેલ્ટ નિયમોનું ઉલ્લંઘન કરતા જે લોકો દેખાય તેમની જોડે ટ્રાફિક નિયમ તોડવા બદલ નક્કી કરેલ નવા દંડની રકમ વસૂલવાના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે થયેલા કેસ અને દંડની રકમનો આંકડો પોલીસ સ્ટેશન પ્રમાણે મોકલી આપવા આદેશ છે.  દેશના લોકો ટ્રાફિક નિયમોને લઈ જાગૃત બને અને તેનું યોગ્ય રીતે પાલન કરે તે માટે સરકાર દ્વારા ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ વસૂલાતા દંડની રકમમાં જંગી વધારો ઝીંકવામાં આવ્યો છે.