ગુજરાતમાં ‘ક્યાર’નો ખતરો ટળ્યો અને ફરી પાછી નવી સિસ્ટમ સક્રિય થઈ

Last Modified ગુરુવાર, 31 ઑક્ટોબર 2019 (13:11 IST)

ગુજરાતમાં હાલમાં જ ક્યાર નામના વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. ત્યારે ફરી એક વાવાઝોડું અરબી સમુદ્રમાં સક્રિય થયું છે. ઓમાને આ વાવાઝોડાનું નામ ‘મહા’ વાવાઝોડું નામ આપ્યું છે. ક્યાર વાવાઝોડાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને બેસતા વર્ષ અને દિવાળી બગાડી હતી. તો તેને કારણે ખેડૂતોનાં પાકને પણ ખાસ્સું નુકસાન પહોંચ્યું હતું. ત્યારે હવે આ નવા વાવાઝોડાને કારણે પણ ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા છે. લક્ષ્યદ્રીપ પાસે મહા વાવાઝોડું તૈયાર થયું છે. આ વાવાઝોડું તિરુવનનંતપુરમથી 450 કિમી દૂર છે. આ વાવાઝોડું કેરળ અને કર્ણાટક તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે રાજ્યનાં પૂર્વ દક્ષિણનાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના છે. આ વાવાઝોડું 6 કલાકમાં સિવિયર બની જશે. 80થી 90 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે. લક્ષ્યદ્રીપથી ગુજરાત તરફ આગળ વધી રહેલું વાવાઝોડું અંતે ઓમાન તરફ ફંટાશે. આ વાવાઝોડું ગુજરાત અને મહારાષ્ટ્રની નજીક પહોંચશે. તે દરમિયાન ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતાઓ છે. આગામી 24 કલાક દરમિયાન લક્ષ્યદ્રીપમાં ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે. જેથી રાજ્યનાં દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે.


આ પણ વાંચો :