સંબંધિત સમાચાર
- ગુજરાતની સિંગર બેલડીનો ચૂંટણી શંખનાદ: મિલિયન્સમાં ફોલોઅર્સ ધરાવતી ગાયિકાઓ હવે લડશે ભાજપની ટિકિટ પર
- ચાંદખેડા બાળકીઓના કેસમાં મોટો ઘટસ્ફોટ: માતાની ડાયરી અને વિરોધાભાસી નિવેદનોથી પરિવારને શંકાના દાયરામાં
- ભાજપનું 'માસ્ટર પ્લાનિંગ': છેલ્લી ઘડીએ ઉમેદવારોની યાદી જાહેર, 23 મુસ્લિમ ચહેરાઓને ટિકિટ આપીને અજમાવ્યુ સોશિયલ કાર્ડ
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ભાજપે વડોદરા જિલ્લાની તમામ 34 બેઠકો પર મૂરતિયા કર્યા ફાઈનલ, IPS મનોજ નિનામાને પણ મળી ટિકિટ
- અમરેલીના કોસ્ટલ બેલ્ટમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ: રાજુલાથી સાવરકુંડલા સુધી ધરા ધ્રૂજી
મહેસાણામાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: 28 વર્ષથી કાર્યાલયમાં સેવા આપતા પટાવાળાને આપી ટિકિટ
rameshbhai bheel
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીને લઈને હંમેશા ખેંચતાણ થતી હોય છે, પરંતુ મહેસાણા ભાજપે આ વખતે સૌને ચોંકાવી દેનારો નિર્ણય લીધો છે. પાર્ટીએ કોઈ મોટા ગજાના નેતા કે ઉદ્યોગપતિને બદલે જિલ્લા ભાજપ કાર્યાલયમાં છેલ્લા 28 વર્ષથી પટાવાળા તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા રમેશભાઈ ભીલ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. તેમને મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 માંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જે પાર્ટીના ઈતિહાસમાં એક વિરલ ઘટના ગણાય છે.
વર્ષોની વફાદારી અને સાદગીનું મળ્યું ફળ
“ये हैं रमेश भील—28 साल तक बीजेपी मेहसाणा ऑफिस में एक पीऑन रहे।
— ocean jain (@ocjain4) April 11, 2026
पार्टी ने उन्हें टिकट देकर साबित कर दिया कि बीजेपी में एक आम कार्यकर्ता भी अपनी मेहनत से शिखर तक पहुंच सकता है।” pic.twitter.com/LVKskn7vzb
રમેશભાઈ ભીલ છેલ્લા અઢી દાયકાથી પણ વધુ સમયથી મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલયમાં પડદા પાછળ રહીને પક્ષની સેવા કરી રહ્યા છે. એક સામાન્ય પટાવાળા તરીકે તેમણે અનેક દિગ્ગજ નેતાઓને કાર્યાલયમાં કામ કરતા જોયા છે, પરંતુ તેમણે ક્યારેય સત્તાની અપેક્ષા રાખી નહોતી. તેમની આટલા વર્ષોની નિઃસ્વાર્થ સેવા, અવિરત વફાદારી અને સરળ સ્વભાવની કદર કરીને હાઈકમાન્ડે તેમને સીધા જ ચૂંટણીના જંગમાં ઉતારીને એક નવો ચીલો ચાતર્યો છે.
નાના કાર્યકરોમાં વ્યાપ્યો ખુશીનો માહોલ
ભાજપના આ નિર્ણયથી માત્ર રમેશભાઈના પરિવારમાં જ નહીં, પરંતુ સમગ્ર જિલ્લાના પાયાના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક સામાન્ય સેવકને ટિકિટ મળતા નાના કાર્યકરોમાં એવો સકારાત્મક સંદેશ ગયો છે કે ભાજપમાં મહેનત અને વફાદારી ક્યારેય એળે જતી નથી. સોશિયલ મીડિયા પર પણ આ સમાચાર વાયુવેગે પ્રસર્યા છે અને લોકો રમેશભાઈની સાદગીના વખાણ કરી રહ્યા છે, જેનાથી વિરોધી પક્ષો પણ વિચારતા થઈ ગયા છે.
વોર્ડ નંબર 13 પર સૌની નજર: શું રમેશભાઈ રચાશે ઈતિહાસ?
હવે આખા મહેસાણા શહેરની નજર વોર્ડ નંબર 13 પર મંડાયેલી છે. એક સામાન્ય પટાવાળામાંથી જનપ્રતિનિધિ બનવા જઈ રહેલા રમેશભાઈ ભીલ શું આ બેઠક જીતીને ઈતિહાસ રચશે તે જોવું રસપ્રદ રહેશે. ભાજપે આ ઉમેદવારી દ્વારા એ સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે પક્ષમાં કામ કરનાર નાનામાં નાના વ્યક્તિની પણ યોગ્ય સમયે નોંધ લેવામાં આવે છે. આગામી દિવસોમાં આ બેઠક પરનો પ્રચાર અને પરિણામ બંને ખૂબ જ રોમાંચક બની રહેશે
