1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Amreli earthquake news in gujarati

અમરેલીના કોસ્ટલ બેલ્ટમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ: રાજુલાથી સાવરકુંડલા સુધી ધરા ધ્રૂજી

earthquake
earthquake
અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોડી રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. રાત્રે આશરે 2:24 વાગ્યે અનુભવાયેલા આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ મહુવા નજીક હોવાનું સામે આવ્યું છે, જેના કારણે રાજુલા, જાફરાબાદ, પીપાવાવ અને ખાંભા જેવા વિસ્તારોમાં લોકો ઊંઘમાંથી જાગીને ઘરની બહાર દોડી આવ્યા હતા.
 
આ કુદરતી હોનારતની અસર છેક સાવરકુંડલા સુધી અનુભવાઈ હતી. ખાસ કરીને રાજુલા શહેરમાં ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે કેટલાક જૂના મકાનોની દીવાલોમાં નાની તિરાડો પડી હોવાના અહેવાલો પણ મળ્યા છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં ભૂકંપ સમયે જમીન ધ્રૂજતી અને લોકો જીવ બચાવવા સુરક્ષિત સ્થળે ભાગતા સ્પષ્ટપણે જોઈ શકાય છે.
 
સદનસીબે, આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા માલસામાનના નુકસાનના સમાચાર નથી, જે મોટી રાહતની વાત છે. તેમ છતાં, વહીવટી તંત્ર દ્વારા દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં સતર્કતા રાખવા સૂચના આપવામાં આવી છે. વારંવાર આવતા આ હળવા આંચકાઓને પગલે ભૂસ્તરશાસ્ત્રીઓ અને સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે.
 
આગળનો લેખ
Gold Silver Price- આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો ચાલુ છે; MCX પર નવીનતમ ભાવ તપાસો