1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. Rape case in Gujarat

ગુજરાતમાં બળાત્કારની કિસ્સાઓમાં થયો બમણો વધારો, આંકડા જાણી ચોંકી જશો

ગુજરાત
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ક્રાઇમ રેટ વધતો જતો જોવા મળ્યો રહ્યો છે. રાજ્યમાં ગુનાખોરીના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ક્યાં લૂંટફાટ, મર્ડર તો ક્યાંક બળાત્કાર છેડતીની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઇ છે. ત્યારે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. ગુજરાતમાં મહિલા સાથે છેડતી, બળાત્કાર અને ગુમ થવાની ફરિયાદો સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે આવો સરકારે વિધાનસભામાં રજૂ કરેલા આંકડાઓ પર એક નજર કરીએ.
 
કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે છેલ્લા 30 દિવસમાં ગુજરાતમાં 24થી વધારે બળાત્કારની ઘટનાઓ બની છે. નાની બાળકીઓ ઉપર દુષ્કર્મની ઘટનઓ બની રહી છે છતાં સરકાર કહે છે કે સબ સલામત છે. સરકારે વિધાનસભામાં રજૂ કરેલા આંકડાઓ જોઈએ તો રાજ્યમાં મહિલાઓ ઉપર બની રહેલા અત્યાચાર અને બળાત્કારના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં મહિલાઓ અસલામત છે.
 
છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓમાં બમણો વધારો થયો છે.આ સાથે સાથે ગુજરાતમાં મહિલાઓ ગુમ થવાના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત ગુજરાતમાં મહિલાઓ અને યુવતીઓની છેડતીના કેસોમાં પણ વધારો થયો છે જે ગુજરાત માટે ચિંતાજનક છે. સરકાર દ્રારા મહિલા સુરક્ષા માટે ગંભિર પગલાં લેવાવા જોઈએ તે લેવાતા નથી. સરકારનું ગૃહ વિભાગ અસંવેદનશીલ છે અને ગૃહ વિભાગની કામગીરી નિષ્ક્રીય હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. 
 
રાજ્યના ગૃહ પ્રધાનના નિવેદનનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે રાજ્યના ગૃહમંત્રીનું છ મહિના પહેલા પણ આવુ જ નિવેદન હતું જ્યારે ઘટના બને ત્યારે માત્ર નિવેદન આપવામાં આવે છે પરિવાર પર શું વિતે છે તે સરકાર વિચારી સંવેદનશીલ બને.

મહિલાઓ પર થયેલા બળાત્કારના આંકડા
 
વર્ષ           બળાત્કારના કેસો
 
2009-10    427
 
2010-11    402
 
2011-12    488
 
2012-13    628
 
2013-14    751
 
2014-15     887
 
2015-16     923
 
2016-17     936
 
2017-18     936
 
 
 
મહિલાઓની છેડતીના આંકડા
 
વર્ષ           છેડતીના કેસો
 
2013-14      1297
 
2014-15      1235
 
2015-16       1241
 
2016-17       1192
 
2017-18        1335
 
 
 
મહિલાઓ ગુમ થવાના આંકડા
 
વર્ષ         કેટલી મહિલાઓ ગુમ થઈ
 
2013-14       5069
 
2014-15       4967
 
2015-16       5154
 
2016-17       5609
 
2017-18       6108