સંબંધિત સમાચાર
- કોરોનાની ત્રીજી વેવમાં તકલીફો ના થાય તે માટેનો એક્શન પ્લાન રજુ કર્યો
- રૂપાણી સરકાર અસમંજસમાં: પહેલાં પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો, હવે પરીક્ષા રદ કરવી કે નહી તે અંગે નિર્ણય લેવાશે
- આજે જામનગરનો 482મો સ્થાપના દિવસ, એક સમયે દરિયાઇ વેપારમાં ધરાવતું હતું આંતરરાષ્ટ્રિય ખ્યાતિ
- પોરબંદરમાં દરિયામાં રાષ્ટ્રધ્વજને આપી સલામી, મધદરિયે કરાયું ધ્વજવંદન
- આવા ગાર્ડ શુ ધ્યાન રાખશે? ગાર્ડ એવા ઘસઘસાટ ઉંઘતા હતા કે પોલીસ આવીને ઘુસી ગઈ છતાં ખબર ન પડી
વેક્સિનેશનની મુદ્દત પૂરી- ફરજિયાત વેક્સિનનો આજે છેલ્લો દિવસ, વેપારીઓએ કહ્યું- 31 ઓગસ્ટ સુધી રાહત આપો, હવે 30 ટકા જ વેપારીઓને વેક્સિન લેવાની બાકી
સરકારે સંભવિત ત્રીજી વેવને ધ્યાનમાં રાખીને સુપરસ્પ્રેડરની કેટેગરીમાં આવતા લોકોને ફરજિયાત વેક્સિનેશન માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં 15 ઓગસ્ટ સુધી તે કેટેગરીમાં આવતા તમામ લોકોને ફરજિયાત વેક્સિન લેવા માટે કહેવાયુ છે. જેથી બજારમાં આવતા લોકોને તેઓના કારણે સંક્રમણનો ભય ન રહે. આજે આ ફરજિયાત વેક્સિનેશનની સમયમર્યાદાનો છેલ્લો દિવસ છે. ત્યારે હજી પણ અમદાવાદમાં 30 ટકા વેપારીઓ, નોકરિયાત અને અન્ય જે સુપરસ્પ્રેડરની કેટેગરી આવતા લોકોને વેક્સિન લેવાની બાકી છે. દરેક સેન્ટર પર લિમિટેડ સ્ટોક ના કારણે તેમને ઝડપથી વેક્સિન મળતી નથી. તેથી વેપારીઓએ આ ફરજિયાત વેક્સિનેશન માટે 15 દિવસની સમયમર્યાદા વધારી 31 ઓગસ્ટ સુધી રાહત મળે તે માટે સરકારને અપીલ કરી છે.
