મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 14 જૂન 2021 (16:48 IST)

કોરોનાની ત્રીજી વેવમાં તકલીફો ના થાય તે માટેનો એક્શન પ્લાન રજુ કર્યો

ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં તેમણે ગુજરાતમાં કોરોનાના બીજા વેવમાં દર્દીઓને સારવારમાં જે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. એ પ્રકારની તકલીફો ત્રીજા વેવમાં ના થાય તે માટેનો એક્શન પ્લાન રજુ કર્યો હતો. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં બીજો વેવ ખૂબજ ઝડપથી કંટ્રોલમાં આવી ગયો છે. ત્યારે નિષ્ણાંતોએ ત્રીજા વેવની આગાહી કરી છે. આ સમયે રાજ્ય સરકારે આગોતરુ આયોજન કરીને તમામ તૈયારીઓ કરી લીધી છે. કોઈ પણ દર્દીને ક્યાંય પર સારવા માટે તકલીફ પડે નહીં તેની સરકાર દ્વારા તકેદારી રાખવામાં આવશે. 
 
આરોગ્ય કમિશ્નરે પત્રકાર પરિષદમાં કહ્યું  
10 મેના રોજ મળેલી સૂચના પ્રમાણે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે 
STF પ્રેઝન્ટેશન થયું તેમજ તજજ્ઞોની મદદ લેવામાં આવી
ત્રીજા વેવમાં મ્યૂટેન પર નજર રાખવી
ત્રીજા વેવ માટે ફીડબેક ઇન્ટેલિજન્સ બનાવમાં આવશે
નાના ગામડાઓમાં પણ ધ્યાન આપવામાં આવશે
વેન્ટિલેટર,ડોકટર, નર્સ અને અન્ય સ્ટાફની સંખ્યા કઈ રીતે વધારવી તેનું ધ્યાન રાખવામાં આવશે
બેડની અવેલીબિટી ની માહિતી સેન્ટ્રલ કરવામાં આવે જેથી દર્દીને મદદ પહોંચી શકે
ટેલી મેડિશન માટે વ્યવસ્થા કરવી,હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા કરવી
સૌથી વધુ કેસ આવ્યા એનાથી વધુ આવે તો પણ તૈયારી રાખવી
જે માટે 1800 જેટલી હોસ્પિટલનો સમાવેશ થાય છે તે 2400 કરવો
ICU 15000 બેડ હતા તેમાં વધારો કરવો
પીડિયાટ્રિક વેન્ટિલેટરની સંખ્યા વધારવી
પૂર્વ તૈયારી માટે હોસ્પિટલમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી વોર્ડ તૈયાર કરવામાં આવશે
ચાઈલ્ડ ફ્રેન્ડલી વોર્ડ માટે ડોક્ટર સ્ટાફને ટ્રેનિંગ અપાશે
દોઢથી બે ગણા સ્ટાફની બીજા વેવમાં જરૂર પડી હતી તે માટે સ્ટાફની ભરતી કરાશે
રાજ્ય કક્ષાનું સર્વેલન્સ બનાવીને તમામ જિલ્લામાં વોચ રાખવામાં આવશે
દરેક એમ્બ્યુલન્સ કન્ટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરવામાં આવશે
લોકોને દર્દીઓની ઓનલાઈન માહિતી મળી શકે તેવી વ્યવસ્થા કરાશે
હવે બી જે મેડિકલ કોલેજમાં પણ લેબ ઉભી કરવામાં આવી છે
દરેક જિલ્લામાં નાના સેન્ટરમાં પણ RTPCR ના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે
દરેક જિલ્લાની હોસ્પિટલમાં CT સ્કેનની વ્યવસ્થા કરાશે
વેક્સિનેશનમાં ગુજરાત પ્રથમ નંબરે છે
ધન્વંતરી અને સંજીવની રથનો વ્યાપ વધારવામાં આવશે
સેકન્ડ વેવમાં 108 અને 104ની સેવા મહત્વની રહી છે
108 ઈમર્જન્સીની 800 એમ્બ્યુલન્સ કાર્યરત છે
ગુજરાત દવાની કોઈ તકલીફ પડી ના હોય તેવું રાજ્ય છે
મુકરમાઈકસીસ માટે મેડીકલ કોલેજમાં સારવાર કરવમાં આવી
મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની મેડિકલ કોલેજમાં સારવાર કરવામાં આવી છે
 
આરોગ્યમંત્રી નીતિન પટેલે શું કહ્યું
પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું તેમાં અભ્યાસુ તજજ્ઞોની મદદ લેવામાં આવી
ત્રીજો વેવ આવે તો રાજ્ય પાછળ ન રહે તે માટેની તૈયારીનું પ્રેઝન્ટેશન રજૂ કરવાંમાં આવ્યું છે
કહેવાતા સંભવિત વેવ માટે કોઈ તૈયારી ન કરી હોય તેવા કેટલાય રાજ્ય છે
અમે 14500 કેસ આવે તો આપણે કઈ રીતે પહોંચી શકીએ તે માટે તૈયારી કરતા હતા
પણ સંભવિત વેવ કેટલો આવશે તે માટે કોઈ ચોક્કસ આંકડો નથી
સંભવિત સંખ્યા પૂરેપૂરી આવે તો એની સામે કેટલી જરૂરિયાત છે તે માટે સીએમ ડેસ્ક સાથે સંકળાઈને જિલ્લા કક્ષાએ તૈયાર થઈ શકે તેવું આયોજન કરાશે
દરેક દર્દીને ઘરની નજીકમાં પથારી મળી રહે તેવા પ્રયાસો કરાશે
કેસ વધે તો પણ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફમાં વધારો કરાશે
ઓક્સિજનની જરૂરિયાત માટે નવા પ્લાન્ટ બનાવવાનું શરુ કરી દેવામા આવ્યું છે
ઓક્સિજનની અછત ન રહે તે માટે બે વેવના અનુભવને આધારે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે
નવી એમ્બ્યુલન્સ ખરીદવાની જવાબદારી 108ને સોંપી દેવામાં આવી છે
દર્દીઓના સગાઓ ઓનલાઈન જોઈ શકશે કે પથારી ક્યાં ખાલી છે
દરેક દર્દીને ઘરની નજીકમાં જ પથારી મળી રહે તેવા પ્રયાસો હાથ ધરાશે