શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 14 જૂન 2021 (13:57 IST)

મહારાષ્ટ્ર બાદ વલસાડમાંથી સામે આવ્યો મેગ્નેટ મેન, ચોંટી જાય છે ચમચી અને ચલણી સિક્કા

મહારાષ્ટ્રના નાસિકના એક વ્યકિતના વાઈરલ વીડિયો બાદ વલસાડમાં પણ એક વ્યકિતના શરીર પર સ્ટીલના ચલણી સિક્કા અને ચમચી ચોંટી જતી હોવાનું સામે આવ્યું છે. વલસાડના નાની ખત્રીવાડમાં આવેલી જવેલર્સના સંપતસિંગ રાજપુરોહિત દ્રારા આજ રોજ સમાચારપત્રમાં ઘટના વાંચીને પોતાના ઉપર ચમચી અને સ્ટીલની વસ્તુઓ ચોંટે છે કે કેમ ચેક કરવા જતાં ચલણી સિક્કા અને સ્ટીલની ચમચી પણ હાથ ઉપર મુક્તની સાથે ચોંટી ગઈ હતી. પહેલાતો પરસેવાને લઈને ઘટના બની હોય તેમ માની લીધું હતું. રૂમાલથી હાથ સાફ કર્યા બાદ ચેક કરતા ફરી ચલણી સિક્કા ચુંબક ઉપર લોખંડ ચોંટે તે રીતે ચોટી ગયા હતા.'
વલસાડના મેગ્નેટ મેન સંપતસિંગ રાજપુરોહિતએ જણાવ્યું હતું કે વેક્સિન લીધા બાદ આ રીતે ચુંબકીય શક્તિ આવે એ વાત હું પણ માનતો નથી. મેં અમે મારા પાર્ટનર મહોબતસિંગ રાજપૂત અમે બંનેએ 2જી એપ્રિલે કોરોના રસી મુકાવી છે. અને વર્ષોથી મેગ્નેટી શક્તિ શરીરમાં હોય તો આ પહેલા ધ્યાન આપ્યું ન હતું. પરંતુ જે થઈ રહ્યું છે તે સાચું છે.
પરંતુ આ બધું વેકસિનના કારણે થઈ રહ્યું હોય એવું નથી. કારણ કે આ વલસાડ જિલ્લામાં 3.50 લાખથી વધુ લોકોએ કોરોના રસી લીધી છે. તેમાંથી કોઈની સાથે પણ આવી ઘટના બની નથી. આજે સમાચારપત્રમાં વાંચ્યા બાદ ચેક કરવા જતાં સિક્કા અને ચમચી વાસણો શરીર ઉપર ચુંબકની જેમ ચોંટી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું.