સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: ગુરુવાર, 15 ઑક્ટોબર 2020 (20:02 IST)

રેસીપી- મારવાડી બટાટા Sabzi

સામગ્રી
4-5 બટાટા 
2 મોટા ટમેટા
અડધું ઈંચ આદુનો ટુકડો 
1 લીલા મરચાં 
1 નાની ચમચી હળદર 
સ્વાદપ્રમાણે મીઠું 
અડધી નાની ચમચી ગરમ મસાલા 
અ મોટી ચમચી ઘી 
અડધી ચમચી હીંહ 
1 ચમચી જીરું 
અડધી નાની ચમચી ધાણા પાવડર 
અડધી નાની ચમચી લાલ મરચા પાવડર 
1 મોટી ચમચી કોથમીર 
 
વિધિ- સૌપ્રથમ એક વાસણમાં જરૂરત મુજબ પાણી નાખી બટાટા બાફી લો. 
- બાફ્યા બટાટાને છીલીને નાના ટુકડામાં કાપી લો . 
- હવે ટમેટા લીલા મરચા અને આદુંને મિકસરમાં વાટી પેસ્ટ બનાવી લો. 
- એક કડાહીમાં તેલ નાખી ગર્મ કરો. જ્યારે તેલ ગર્મ થઈ જાય તો તેમાં હળદર અને વાટેલું ટમેટા નાખી ધીમા તાપ પર મૂકો. 
- જ્યારે ગ્રેવી તેલ મૂકવા લાગે તો તેમાં બટાટા નાખી થોડી વાર હલાવતા રાંધો અને પછી એક ગિલાસ પાણી નાખી દો. 
- ત્યારબાદ તેમાં મીઠું,ધાણા પાઉડર અને ગરમ મસાલા નાખી ઉકાળ આવવા દો. એક ઉકાળ પછી 3-4 મિનિટ ધીમા પાર પર રાંધી તાપ બંદ કરી નાખો. 
- હવે તડકા પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થયા પછી તેમાં જીરું, હીંગ અને લાલ મરચાં પાઉડર નાખી શેકો અને પછી તે શાકમાં નાખી દો. 
- કોથમીરથી ગાર્નિશ કરી પરાંઠા કે પૂરી સાથે સર્વ કરો.